ઘણા નેતાઓ સતત ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈએ પણ સોમવારે શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા હતા
એકનાથ શિંદે. ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઠાકરેના નજીકના સાથી અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન દીપક સાવંત (Deepak Sawant) બુધવારે મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) જૂથમાં જોડાયા છે. શિંદેએ આ દરમિયાન કહ્યું કે “અમે સાવંતનું પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ અને તેનો અમને ફાયદો થશે.
ઘણા નેતાઓ સતત ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈએ પણ સોમવારે શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા હતા.
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
પક્ષમાં તિરાડ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને શિંદે જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. મુંબઈમાં બુધવારના રોજ અફઝલ ખાન સાથે ભાજપની સરખામણી કરતા તેમણે કહ્યું કે “ભારત પર આક્રમણ કરતી વખતે અફઝલ ખાને જે રીતે લોકોના ઘરો તોડ્યા, ભગવાનના મંદિરો તોડ્યા. લોકોને પોતાની સાથે લાવવા માટે જે કંઈ કર્યું, આજે ભાજપ એ જ કરી રહી છે. જો તમે પાર્ટીમાં નહીં જોડાશો તો તમને જેલમાં મોકલવામાં આવશે.”
સુભાષ દેસાઈએ શું કહ્યું?
સુભાષ દેસાઈએ તેમના પુત્રના શાસક સંગઠનમાં જોડાવાની વાતને મહત્ત્વ આપ્યું નહીં. તેમણે કહ્યું કે ભૂષણ દેસાઈની રાજકારણ કે શિવસેના (UBT)માં કોઈ ભૂમિકા નથી. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે તાજેતરમાં જ શિંદેની આગેવાની હેઠળની છાવણીને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન `ધનુષ-બાન` ફાળવ્યું હતું.
આ પણ વાંચો: રાજ્યપાલે સાવચેત રહેવું જોઈએ:શિવસેના મામલે ભગતસિંહ કોશ્યારી પર SCની આકરી ટિપ્પણી
ગયા વર્ષે જૂનમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈને ભાજપ સાથે સરકાર બનાવી હતી. શિંદે પોતે મુખ્યપ્રધાન બન્યા હતા. આ પછી અસલી શિવસેનાને લઈને લડાઈ થઈ હતી, પરંતુ ચૂંટણી પંચે શિંદે જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી હતી. શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથના નેતાઓ દરરોજ એકબીજા પર શાબ્દિક હુમલો કરી રહ્યા છે.