Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુહૂર્ત ઠર્યું! અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ દિવસે મુંબઈમાં ફરશે ફેરા

મુહૂર્ત ઠર્યું! અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ દિવસે મુંબઈમાં ફરશે ફેરા

30 May, 2024 02:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈ 2024ના રોજ મુંબઈના BKCમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે. તેમના લગ્ન સમારંભ પરંપરાગત હિંદુ રીતિ-રિવાજ મુજબ યોજાશે

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ અને તેમનું વેડિંગ કાર્ડ

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ અને તેમનું વેડિંગ કાર્ડ


મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani Radhika Merchant Wedding)ના લગ્ન આખરે નક્કી થઈ ગયા છે. અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન સમારોહ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં શાહી ભવ્યતામાં યોજાશે. આ શાનદાર લગ્ન સમારોહને લઈને દરેક જણ ઉત્સુક છે. લગ્નના કાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani Radhika Merchant Wedding)ના લગ્ન 12 જુલાઈ 2024ના રોજ મુંબઈના BKCમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે. તેમના લગ્ન સમારંભ પરંપરાગત હિંદુ રીતિ-રિવાજ મુજબ યોજાશે. તેમના લગ્ન સમારોહ 12થી 14 જુલાઈની વચ્ચે યોજાયો હતો.



કેવી રીતે થશે અનંત-રાધિકાના લગ્ન?


અનંત-રાધિકાના લગ્ન (Anant Ambani Radhika Merchant Wedding:) 12થી 14 જુલાઈ દરમિયાન યોજાશે. 12 જુલાઈના રોજ શુભ લગ્ન થશે. 12 જુલાઈએ શુભ આશીર્વાદ અને 14 જુલાઈએ મંગલ ઉત્સવ યોજાશે. 12 જુલાઈ માટે પરંપરાગત ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. તેથી 13મી જુલાઈએ ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક છે. ત્યારબાદ 14મી જુલાઈએ ભારતીય પહેરવેશ રાખવામાં આવ્યો છે. અનંત-રાધિકાના લગ્નનું કાર્ડ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

વધુ એક પ્રી-વેડિંગ શાહી ધામધૂમથી થયું


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ 29 મે 2024ના રોજ શરૂ થયું છે. આ પાર્ટીનું આયોજન લક્ઝરી ક્રૂઝ પર કરવામાં આવ્યું છે. ક્રૂઝ પર યોજાનાર આ પ્રી-વેડિંગમાં બોલિવૂડ સહિત દુનિયાભરની અનેક હસ્તીઓ હાજરી આપશે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગ 29 મેથી 1 જૂન સુધી ફ્રાન્સમાં થશે. મનોરંજન, રાજકારણ, ઉદ્યોગ, રમતગમત જેવા વિવિધ ક્ષેત્રના લોકો તેમના બીજા પ્રી-વેડિંગ અને વેડિંગમાં હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, ભારતના સૌથી અમીર અને રિલાયન્સ ઇન્ડ‌સ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના જામનગરમાં યોજાયેલા ભવ્યાતિભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનના પડઘા માંડ શમ્યા છે ત્યાં આજથી ફરી બીજા પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી ખૂબ જ સીક્રેટ રીતે આખા ફંક્શનનું આયોજન થયું હતું, પરંતુ ગઈ કાલે કેટલીક બૉલીવુડ સેલિબ્રિટીઝ પ્રાઇવેટ પ્લેનથી ઇટલી જવા રવાના થઈ હતી.

પહેલું પ્રી-વેડિંગ ફંક્શન વતનમાં ટ્રેડિશનલ ઉજવણીરૂપે થયેલું અને હવે બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન લક્ઝરી ક્રૂઝ પર થવાનું છે. આ ક્રૂઝ ૪૩૮૦ કિલોમીટરની જર્ની કરશે અને ઇટલીથી ફ્રાન્સના સાઉથ કિનારા સુધી જઈને પાછી ઇટલી આવશે. લગભગ ૮૦૦ મહેમાનોને આ લક્ઝરી ક્રૂઝ-લાઇનર પર ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. આવતી કાલે સ્ટારી નાઇટ થીમના ઈવનિંગ ગાલાથી વેલકમ લન્ચ થવાનું છે જે સેલિબ્રેશનની શરૂઆત હશે. ગુરુવારે ૩૦ મેએ ક્રૂઝ પર જ ‘ટોગા પાર્ટી’ થશે. ૩૧ મેએ મહેમાનો એક દિવસ માટે રોમમાં ઊતરશે અને રોમમાં સાઇટસીઇંગ કરશે. કાનમાં રાતે યાદગાર પાર્ટી યોજાશે. પહેલી જૂને ઇટલીના પોર્ટોફિનો પહોંચીને ‘ઇટાલિયન સમર’ થીમ સાથે સેલિબ્રેશન પૂરું થશે. ક્રૂઝ પરના મેનુમાં પારસી, થાઈ, મેક્સિકન અને જૅપનીઝ મેનુની વરાઇટીઝ સર્વ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2024 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK