Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગનું સેલિબ્રેશન આજથી શરૂ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગનું સેલિબ્રેશન આજથી શરૂ

28 May, 2024 11:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે કેટલીક બૉલીવુડ સેલિબ્રિટીઝ પ્રાઇવેટ પ્લેનથી ઇટલી જવા રવાના થઈ હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ


ભારતના સૌથી અમીર અને રિલાયન્સ ઇન્ડ‌સ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના જામનગરમાં યોજાયેલા ભવ્યાતિભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનના પડઘા માંડ શમ્યા છે ત્યાં આજથી ફરી બીજા પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી ખૂબ જ સીક્રેટ રીતે આખા ફંક્શનનું આયોજન થયું હતું, પરંતુ ગઈ કાલે કેટલીક બૉલીવુડ સેલિબ્રિટીઝ પ્રાઇવેટ પ્લેનથી ઇટલી જવા રવાના થઈ હતી.


પહેલું પ્રી-વેડિંગ ફંક્શન વતનમાં ટ્રેડિશનલ ઉજવણીરૂપે થયેલું અને હવે બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન લક્ઝરી ક્રૂઝ પર થવાનું છે. આ ક્રૂઝ ૪૩૮૦ કિલોમીટરની જર્ની કરશે અને ઇટલીથી ફ્રાન્સના સાઉથ કિનારા સુધી જઈને પાછી ઇટલી આવશે. લગભગ ૮૦૦ મહેમાનોને આ લક્ઝરી ક્રૂઝ-લાઇનર પર ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. આવતી કાલે સ્ટારી નાઇટ થીમના ઈવનિંગ ગાલાથી વેલકમ લન્ચ થવાનું છે જે સેલિબ્રેશનની શરૂઆત હશે. ગુરુવારે ૩૦ મેએ ક્રૂઝ પર જ ‘ટોગા પાર્ટી’ થશે. ૩૧ મેએ મહેમાનો એક દિવસ માટે રોમમાં ઊતરશે અને રોમમાં સાઇટસીઇંગ કરશે. કાનમાં રાતે યાદગાર પાર્ટી યોજાશે. પહેલી જૂને ઇટલીના પોર્ટોફિનો પહોંચીને ‘ઇટાલિયન સમર’ થીમ સાથે સેલિબ્રેશન પૂરું થશે. ક્રૂઝ પરના મેનુમાં પારસી, થાઈ, મેક્સિકન અને જૅપનીઝ મેનુની વરાઇટીઝ સર્વ કરવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2024 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK