ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ ૧૬, ૧૭ અને ૧૮ ઑગસ્ટે મહારાષ્ટ્રની મુલાકાતે આવશે
અમિત શાહ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ ૧૬, ૧૭ અને ૧૮ ઑગસ્ટે મહારાષ્ટ્રની મુલાકાતે આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ દિવસની મુલાકાતમાં અમિત શાહ મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે. રાજ્યના દરેક વિભાગની રાજકીય સ્થિતિની માહિતી તેઓ લેશે અને વિધાનસભાની ચૂંટણી માટે પક્ષની રણનીતિ નક્કી કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં ત્રણ દિવસ રોકાઈને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓની મુલાકાત લીધી હતી. હવે અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે આવશે એટલે રાજ્યની રાજકીય હિલચાલ વધી છે.