Amit shah in mumbai: કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah in Mumbai)આવતી કાલે એટલે કે 5 માર્ચના રોજ મુંબઈમાં બેઠક કરશે. આ સ્થિતિમાં બધાને એ જ સવાલ ઉભો થાય છે કે શું આ બેઠકમાં અમિત શાહ મહાગઠબંધનની સીટ વહેંચણીની સમસ્યાનું ચિત્ર સ્પષ્ટ કરશે?
અમિત શાહ
કી હાઇલાઇટ્સ
- 5 માર્ચના રોજ અમિત શાહ દ્વારા મુંબઈમાં બેઠકનું આયોજન
- CM શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર થશે સામેલ
- લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થઈ શકે છે ચર્ચા
Amit Shah in Mumbai: મહારાષ્ટ્ર (Maharashtra Politics)માં આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ને લઈ ભાજપ તૈયારીઓમાં લાગી ગઈ છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં વિવિધ રાજ્યોમાંથી ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી છે. પરંતુ આ યાદીમાં મહારાષ્ટ્ર રાજ્ય અંગે કોઈ ખુલાસો થયો નથી. એવામાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah in Mumbai)આવતી કાલે એટલે કે 5 માર્ચના રોજ મુંબઈમાં બેઠક કરશે. આ સ્થિતિમાં બધાને એ જ સવાલ ઉભો થાય છે કે શું આ બેઠકમાં અમિત શાહ મહાગઠબંધનની સીટ વહેંચણીની સમસ્યાનું ચિત્ર સ્પષ્ટ કરશે?
મળતી માહિતી અનુસાર 5 માર્ચના રોજ આયોજિત આ બેઠકમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એવામાં હવે પુરી શક્યતા છે કે લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રના ઉમેદવારી પર અંતિમ નિર્ણય થાય. જોવું એ રહેશે કે અમિત શાહ કોને કેટલી બેઠક સોંપે છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે હાલમાં શિંદે જુથ અને અજિત પવાર જુથ દ્વારા અલગ અલગ સીટો પર દાવો કરવામાં આવી રહ્યો છે. એટલે હવે સંભાવના છે કે અમિત શાહ કાલે મહાગઠબંધનની સીટ વહેંચણી પર અંતિમ નિર્ણય લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદીની રાહ જોવાઈ રહી હતી. તાજેતરમાં પાર્ટી કાર્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી (Loksabha Election 2024) સમિતિની મેરેથોન બેઠક યોજાઈ હતી, આ બેઠક બાદ પ્રથમ યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી આજે જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ઘણા વર્તમાન સાંસદો અને મંત્રીઓની ટિકિટ કાપવામાં આવી છે. આ સાથે પાર્ટીએ ઘણા નવા ચહેરાઓ પર દાવ રમ્યો છે. નોંધનીય છે કે પીએમ મોદીએ આ ચૂંટણીઓમાં પાર્ટીની 370થી વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ યાદી બનાવવામાં આવી છે.
ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કર્ણાટકના 12, તેલંગાણાના 09, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 5, જમ્મુ અને કાશ્મીરના 5, ઉત્તરાખંડમાંથી 2, અરુણાચલ પ્રદેશમાંથી 2, ગોવામાંથી 1, ત્રિપુરામાંથી 1, આંદામાન અને નિકોબાર ટાપુઓમાંથી 1 અને દમણ અને દિવમાંથી 1 એમ 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

