ઘણાં બધાં પ્રી-વેડિંગ ફંક્શન્સ અને ત્યાર બાદ ત્રણ દિવસનાં લગ્નની ઇવેન્ટ અને એની પાછળ જે ખર્ચ થયો છે એ દરેક વસ્તુ ખૂબ ચર્ચામાં રહી છે.
અનુપમ મિત્તલ
શાદી ડૉટકૉમના ફાઉન્ડર અને શાર્ક ટૅન્ક ઇન્ડિયા માટે જાણીતા અનુપમ મિત્તલે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નને લઈને મસ્તી કરી હતી. તેમનું માનવું છે કે આ લગ્નને જો સ્ટ્રીમ કરવામાં આવ્યાં હોત તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) કરતાં પણ એને વધુ રેટિંગ્સ મળ્યા હોત. આ લગ્નમાં દુનિયાભરના લોકોએ હાજરી આપી હતી તેમ જ આ લગ્ન ચર્ચાનો વિષય હતો. ઘણાં બધાં પ્રી-વેડિંગ ફંક્શન્સ અને ત્યાર બાદ ત્રણ દિવસનાં લગ્નની ઇવેન્ટ અને એની પાછળ જે ખર્ચ થયો છે એ દરેક વસ્તુ ખૂબ ચર્ચામાં રહી છે. આ વિશે અનુપમ મિત્તલે ટ્વીટ કર્યું હતું કે ‘દુલ્હા ભી ખુદ કા, જિયો સિનેમા ભી ખુદ કા. તેમણે ‘ધ શાદી’ને બ્રૉડકાસ્ટ કરવાની જરૂર હતી, IPLના રેટિંગ્સને ટક્કર આપી હોત.’

