ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સને ફૉલો કરવામાં ઈ-કૉમર્સ દિગ્ગજ કંપની એમેઝૉને (amazon) જાહેરાત કરી છે કે તે 19 સપ્ટેમ્બર 2023થી કૅશ ઑન ડિલીવરી (COD) ઑર્ડર માટે પેમેન્ટ તરીકે 2000 રૂપિયાની નોટનો સ્વીકાર કરવાનું બંધ કરશે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સને ફૉલો કરવામાં ઈ-કૉમર્સ દિગ્ગજ કંપની એમેઝૉને (amazon) જાહેરાત કરી છે કે તે 19 સપ્ટેમ્બર 2023થી કૅશ ઑન ડિલીવરી (COD) ઑર્ડર માટે પેમેન્ટ તરીકે 2000 રૂપિયાની નોટનો સ્વીકાર કરવાનું બંધ કરી દેશે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ આ વર્ષે પહેલી મેના રોજ ભારતની સૌથી વધુ કિમતની ચલણી નોટ એટલે કે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે, આથી આ બેન્કનોકોને બેન્કિંગ પ્રણાલીમાં પાછી ખેંચવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો. (Amazon will not accept Rs 2000 notes for cash on delivery orders from September 19)
એમેઝૉને વેબસાઈટ પર આપી માહિતી
એમેઝોનના FAQs માં આપેલી માહિતી મુજબ, 19 સપ્ટેમ્બર, 2023થી, તે હવે આ નોટોને કૅશ ઑન ડિલીવરી (COD) ઓર્ડર્સ અથવા 19 મે, 2023 ના રોજ જાહેર કરાયેલા ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશ પ્રમાણે પેમેન્ટ તરીકે સ્વીકારશે નહીં. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમનો ઓર્ડર આપતા પહેલા કાર્ટ સ્તરે ઉમેરવામાં આવેલી કોઈપણ સીઓડી મર્યાદા માટે ઉત્પાદન વિગતોનાં પેજની તપાસ કરે.
ADVERTISEMENT
કૅશ લોડ કરવા માટે પણ 2000 રૂપિયાની નોટનો સ્વીકાર નહીં કરે એમેઝૉન
એમેઝૉને એ પણ સ્પષ્ટ કર્યું કે 19 સપ્ટેમ્બર 2023થી તે એમેઝૉન દ્વારા પૂરા કરવામાં આવેલા ઑર્ડર માટે કૅશ લોડ અથવા કૅશ ઑન ડિલીવરી (COD) પેમેન્ટ માટે 2000 રૂપિયાની નોટનો સ્વીકાર નહીં કરે. આરબીઆઈએ બેન્કિંગ પ્રણાલીમાં જમા અથવા વિનિમય તરીકે 2000 રૂપિયાની નોટને પાછી ખેંચવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરી હતી.
ઉલ્લેખનીય છે કે 19 મે 2023ના રોજ અચાનક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૨,૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરતાં જ રોજબરોજ અનેક લોકોને અને વેપારીઓને કડવા અનુભવો થવા લાગ્યા છે. આવો જ એક કડવો અનુભવ કાલબાદેવીના કપડાંના એક વેપારીને ગુરુવારે સાંજે થયો હતો. તેમનો કર્મચારી કાંદિવલીથી એક લાખ રૂપિયાની ૨,૦૦૦ની નોટ બદલાવીને મરીન લાઇન્સ રેલવે સ્ટેશન પર ઊતરતાં જ ગવર્નમેન્ટ રેલવે પોલીસે આ કર્મચારીને સકંજામાં લઈને હેરાનપરેશાન કરી નાખ્યો હતો. જોકે ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલની મધ્યસ્થી પછી આ કર્મચારીને રેલવે પોલીસે છોડ્યો હતો. આ બનાવ પછી તરત જ ભારત મર્ચન્ટ્સ ચેમ્બરે એના મેમ્બરોને સાવધાન કરતાં કહ્યું હતું કે ‘અત્યારે પૂરા દેશમાં સામાન્ય માનવી હોય કે વેપારીઓ ૨,૦૦૦ની નોટ બૅન્કમાં જમા કરવા કે બદલી કરવામાં કાર્યરત છે. આ સમયે કોઈ વેપારીને કે કર્મચારીને કોઈ પોલીસ કે સરકારી અધિકારી રેલવે સ્ટેશન પર કે અન્ય કોઈ જગ્યાએ ચેકિંગના નામ પર હેરાન કરે તો તેણે તરત જ ચેમ્બરને જણાવવું.’
આ માહિતી આપતાં ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે કપડાંના એક વેપારીનો કર્મચારી કાંદિવલીની બૅન્કમાંથી તેના પગારની અને તેના માલિકની એક લાખ રૂપિયાની ૨,૦૦૦ની નોટો બદલાવીને બજારમાં પાછો આવી રહ્યો હતો ત્યારે મરીન લાઇન્સ સ્ટેશન પર આ કર્મચારીને ગવર્નમેન્ટ રેલવે પોલીસે સંકંજામાં લીધો હતો. આ કર્મચારીની બૅગમાં એક લાખ રૂપિયાની રોકડ જોતાં જ જીઆરપીએ આ કર્મચારીની પૂછપરછ શરૂ કરી હતી. કર્મચારીએ પોલીસને સ્પષ્ટ પણ કર્યું કે તે કાંદિવલીની બૅન્કમાંથી ૨,૦૦૦ રૂપિયાની નોટો બદલીને આવી રહ્યો છે અને હવે તેની ઑફિસે જઈ રહ્યો છે. જોકે રેલવે પોલીસે એની સામે દલીલ કરતાં કહ્યું હતું કે સરકારે તો ફક્ત એક સમયમાં દસ નોટ સુધી જ બદલવાની છૂટ આપી છે તો તને તારી બૅન્કે કેવી રીતે પચાસ નોટ બદલી આપી? કર્મચારીએ એનો જવાબ આપતાં કહ્યું કે અમે બે ચાર જણ બૅન્કમાં ગયા હતા અને નોટો બદલી હતી તથા આમાં મારા પગારના અને મારા શેઠના રૂપિયા છે. તો રેલવે પોલીસ કહે કે તું જુઠ્ઠું બોલે છે, આ બે નંબરના રૂપિયા છે, તારી સામે અને તારા શેઠ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એમ કહીને તેને તેના શેઠને બોલાવીને સેટલમેન્ટ કરવા કહ્યું હતું.’
રાજીવ સિંઘલે રેલવે પોલીસની કાર્યવાહીની વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘કપડાંના વેપારીના કર્મચારીએ તેના શેઠનો સંપર્ક કરીને આખી મામલાની જાણ કરી હતી. તેને તેના લેવલ પર ઘણી રકઝક કરી કે આ વાઇટ પૈસા છે, પરંતુ રેલવે પોલીસ તેને છોડવા તૈયાર જ નહોતી. આ વાતની તેના શેઠને જાણકારી મળતાં તરત જ તેમણે ભારત મર્ચન્ટ્સ ચેમ્બરનો સંપર્ક કર્યો હતો. આખરે ભારત મર્ચન્ટ્સ ચેમ્બરની મધ્યસ્થીથી આખો મામલો તેના સિનિયર અધિકારી સુધી લઈ જવામાં આવ્યા બાદ કોઈ પણ જાતના સેટલમેન્ટ વગર સૉલ્વ કરવામાં આવ્યો હતો. ચાર કલાકે એક લાખ રૂપિયા લઈને કર્મચારી તેની ઑફિસે પહોંચી ગયો હતો. જોકે આ ચાર કલાક તેના અને તેના શેઠના માનસિક તાણમાં ગયા હતા.’
આ બનાવ પછી અમે તરત જ અમારા સભ્યોને જાણકારી આપતો પરિપત્ર મોકલીને કહ્યું હતું કે આવો કોઈ બનાવ બને તો તેઓ ચેમ્બરની સહાય લે એમ જણાવીને રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘અમે અમારા સભ્યોને ગુરુવારના બનાવની માહિતી આપીને કહ્યું હતું કે વેપારીઓ સાવધાનીથી વર્તે. મરીન લાઇન્સ સ્ટેશન પર ચેમ્બરના એક સભ્યને જીઆરપીએ પરેશાન કરીને તેમની પાસે પૈસા માગવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચેમ્બરે એના પર તરત જ કાર્યવાહી કરીને તે વેપારીને રાહત અપાવી હતી.’