પરીક્ષણના ભાગરૂપે વ્યક્તિએ એક સેકન્ડ માટે પેશાબમાં કાર્ડ (ટેસ્ટ કિટમાં આપેલા)ને ડુબાડવાનું હોય છે
આઇઆઇટી-બૉમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ૩૦ સેકન્ડમાં રિઝલ્ટ આપતી હેલ્થ કિટ બનાવી
મુંબઈ (પી.ટી.આઇ.) : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) - બૉમ્બેના ત્રણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ યુરિનના સૅમ્પલનો ઉપયોગ કરીને સ્માર્ટફોન આધારિત હેલ્થ ટેસ્ટ કિટ બનાવી છે અને દાવો કર્યો છે કે એ કિટ દ્વારા ૩૦ સેકન્ડમાં પરિણામ મળે છે. જિલ્લા પરિષદના એક અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં અમુક પબ્લિક હેલ્થ સેન્ટરમાં આ હેલ્થ કિટનો ઉપયોગ થઈ રહ્યો છે.
પરીક્ષણના ભાગરૂપે વ્યક્તિએ એક સેકન્ડ માટે પેશાબમાં કાર્ડ (ટેસ્ટ કિટમાં આપેલા)ને ડુબાડવાનું હોય છે. બાદમાં ‘નિયોડૉક્સ’ ઍપનો ઉપયોગ કરીને ફોનમાં એનો ફોટો ક્લિક કરવાનો હોય છે. નિઓડૉક્સના સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ મૅનેજર મનસ્વી શાહે દાવો કર્યો હતો કે ‘ફોટો અમારા ક્લાઉન્ડ સર્વર પર અપલોડ થાય છે જ્યાં એક ઍલ્ગરિધમ, કમ્પ્યુટર વિઝનનો ઉપયોગ કરીને એ સ્કૅન કરે છે અને ૩૦ સેકન્ડમાં એનું પરિણામ મળે છે.’
ADVERTISEMENT
આઇઆઇટીના વિદ્યાર્થીઓ અને નિયોડૉક્સના ફાઉન્ડર અનુરાગ મીના, નિકુંજ માલપાની અને પ્રતીક લોઢા છે. નાગપુરમાં હાલમાં યોજાયેલી સાયન્સ કૉન્ગ્રેસમાં નિઓડૉક્સે યુરિન ટેસ્ટ કિટનું એક્ઝિબિશન કર્યું હતું. તેઓ વેલનેસ કિટ ઉપરાંત ક્રોનિક ડિઝની ડિસીઝ અને વૃદ્ધો માટેની ટેસ્ટ કિટ પણ બનાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પ્રેગ્નન્સી દરમ્યાન મહિલાઓ માટે મૅટરનિટી કૅર કિટ પણ છે.