Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર મુંબઈમાં અટવાયેલા તમામ પ્રોજેક્ટ અને રસ્તાંઓનું કામ પૂરું થશે: સાંસદ પીયૂષ ગોયલે આપી ખાતરી

ઉત્તર મુંબઈમાં અટવાયેલા તમામ પ્રોજેક્ટ અને રસ્તાંઓનું કામ પૂરું થશે: સાંસદ પીયૂષ ગોયલે આપી ખાતરી

Published : 15 August, 2024 03:09 PM | Modified : 15 August, 2024 03:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સાંસદ પીયૂષ ગોયલે કહ્યું કે, આ બેઠકમાં કાંદિવલી ખાતે 37 એકર જમીન પર આંતરરાષ્ટ્રીય દરજ્જાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવાના પ્રોજેક્ટને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

પીયૂષ ગોયલ

પીયૂષ ગોયલ


કી હાઇલાઇટ્સ

  1. કાંદિવલી ખાતે ક્રીડા પ્રશિક્ષણ સંકુલ ઊભું કરવામાં આવશે
  2. 20-25 વર્ષથી અટવાયેલા નેશનલ સ્પોર્ટ્સ ઑથોરિટીના પ્રોજેક્ટને હાથ ધરવાનો માર્ગ મોકળો થયો
  3. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે: સાંસદ પીયૂષ ગોયલે

બૃહન્મુંબઈ મહાનગરપાલિકા, ઝુંપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણ, મ્હાડા અને એમએમઆરડીએના અધિકારીઓ સાથેની સંયુક્ત બેઠકમાં ઉત્તર મુંબઈ (Mumbai News) અને મુંબઈમાં વિવિધ અટકેલા પ્રોજેક્ટ્સના અમલીકરણ અંગે તેમ જ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે તેવી માહિતી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે બુધવારે આપી હતી. તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા. આ અવસરે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ભાગવત કરાડ, ધારાસભ્ય યોગેશ સાગર,ધારાસભ્ય મનીષા ચૌધરી,ધારાસભ્ય સુનિલ રાણે, ભાજપના પ્રદેશ પ્રવક્તા ગણેશ ખણકર ઓમપ્રકાશ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા.


સાંસદ પીયૂષ ગોયલે કહ્યું કે, આ બેઠકમાં કાંદિવલી ખાતે 37 એકર જમીન પર આંતરરાષ્ટ્રીય દરજ્જાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવાના પ્રોજેક્ટ (Mumbai News)ને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજની બેઠક બાદ છેલ્લા 20-25 વર્ષથી અટવાયેલા નેશનલ સ્પોર્ટ્સ ઑથોરિટીના પ્રોજેક્ટને હાથ ધરવાનો માર્ગ મોકળો થયો છે. ભવિષ્યમાં અહીં એશિયન, નેશનલ, કૉમનવેલ્થ અને ઑલિમ્પિક સ્તરના ખેલાડીઓને તાલીમ આપવામાં આવશે તેમ પીયૂષ ગોયલે જણાવ્યું હતું. આ બેઠકમાં લીધેલા વિવિધ નિર્ણયોને કારણે મુંબઈગરાની જીવન સગવડભર્યું થશે તેમ પણ પીયૂષ ગોયલ જણાવ્યું હતું.



કાંદિવલી ખાતે કૌશલ્ય વિકાસ કેન્દ્ર (Mumbai News) આગામી બે મહિનામાં અને શિમ્પોલીમાં કૌશલ્ય વિકાસ કેન્દ્ર આગામી 6-8 મહિનામાં કાર્યરત થશે. પીયૂષ ગોયલે કહ્યું કે, આ બહુવિદ્યા સેન્ટરોથી પાલઘર સુધીના રહેવાસીઓને લાભ થશે તેમ પીયૂષ ગોયલે જણાવ્યું હતું. મુંબઈગરાની વાહતુક સમસ્યાઓનું નિરાકરણ લાવી જીવન સગવડભર્યું કરવાના પ્રયત્નો પણ ચાલુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


અકુર્લી વેસ્ટર્ન એક્સપ્રેસ-વે પર અંડરપાસનું કામ અટકી ગયું હતું, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, પરંતુ બેઠકમાં MMRDA અધિકારીઓએ આગામી 15 દિવસમાં તે કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ટાટા કંપનીને ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન બનાવવા વિનંતી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પોલીસ ડેપ્યુટી કમિશનર સાથે ચર્ચા કર્યા પછી, જ્યાં ટ્રાફિક જામ હોય ત્યાં વધારાના ટ્રાફિક પોલીસને તહેનાત કરવા વિનંતી કરીને તાત્કાલિક એક વ્યાપક યોજના તૈયાર કરવામાં આવશે.

આ બેઠકમાં દરેકને હકનું ઘર આપવા માટે પેન્ડિંગ હાઉસિંગ અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની પણ ચર્ચા કરવામાં આવી હતી. પીયૂષ ગોયલ એ પણ જણાવ્યું કે, સ્લમ રિહેબિલિટેશન ઑથોરિટી (SRA) દરેક પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે નોડલ એજન્સી તરીકે કામને નિયંત્રિત કરશે અને પૂર્ણ કરશે તેમ પીયૂષ ગોયલે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, વડા પ્રધાન મોદીની `એક પેડ મા કે નામ` યોજના મુજબ ઉત્તર મુંબઈમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા એક લાખ વૃક્ષો વાવવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2024 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK