આશિષ દેશમુખે ગઈ કાલે કૉન્ગ્રેસના તમામ ૧૬ વિધાનસભ્યોને BJP જૉઇન કરી લેવાની સલાહ આપી હતી
આશિષ દેશમુખ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા આશિષ દેશમુખે ગઈ કાલે કૉન્ગ્રેસના તમામ ૧૬ વિધાનસભ્યોને BJP જૉઇન કરી લેવાની સલાહ આપી હતી. તેમનું કહેવું હતું કે કૉન્ગ્રેસનું કોઈ ભવિષ્ય ન હોવાથી બધા વિધાનસભ્યોએ આ નિર્ણય લેવો જોઈએ. નાગપુરની સાવનેર બેઠકના વિધાનસભ્ય અને દેવેન્દ્ર ફડણવીસના વિશ્વાસુ આશિષ દેશમુખે વધુમાં કહ્યું હતું કે ‘જે રીતે BJP અને મહાયુતિનો વિજય થયો છે અને મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે એ જોતાં કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ પોતાના ભવિષ્ય માટે BJPમાં સામેલ થવું જોઈએ. આમ પણ દરેક જગ્યાએ કૉન્ગ્રેસનો રકાસ થઈ રહ્યો છે.’
આશિષ દેશમુખને ગયા વર્ષે કૉન્ગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવ્યા બાદ તેમણે BJP જૉઇન કરી હતી. મહારાષ્ટ્ર દેશનું ૧૭મું રાજ્ય છે જ્યાંની વિધાનસભામાં કૉન્ગ્રેસનું પ્રતિનિધિત્વ દસ ટકાથી પણ
ઓછું છે.