જગ્યા ફિક્સ થઈ ન હોવાથી ગઈ કાલ રાત સુધી દફનવિધિ નહોતી થઈ : તેનાં મમ્મી-પપ્પાને સંરક્ષણ આપવાની માગણી
અક્ષય શિંદે
બદલાપુરમાં બે બાળકીઓ પરના જાતીય અત્યાચારના કેસના આરોપી અક્ષય શિંદેનું વિવાદાસ્પદ એન્કાઉન્ટર થયા બાદ હવે તેના પિતાએ તેમના પરિવાર અને તેમના વકીલને પોલીસ-સંરક્ષણ પૂરું પાડવામાં આવે એવી માગણી કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને કરી છે.