વિકએન્ડમાં દહિસરમાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
ગત વર્ષની એપીએલની ઝલક
હરિભક્તિ સાથે યુવાનોનું શારિરીક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે આ બાબતને ધ્યાનમાં રાખીને હરિપ્રબોધમ – બાકરોલ, આણંદના અક્ષર યુવક મંડળ - દહિસર, મુંબઈ દ્વારા આ વિકએન્ડમાં દહિસરમાં બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. ૫૬ ટીમો વચ્ચો ક્રિકેટની ખરાખરીનો જંગ જામશે.
હરિપ્રબોધમ - બાકરોલ, આણંદના અક્ષર યુવક મંડળ - દહિસર, મુંબઈ દ્વારા તારીખ ૨૧ અને ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ શનિવાર અને રવિવારના રોજ દહિસરમાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દહિસરમાં આવેલા હેટ્રિક અને એસકે ટર્ફ માં આત્મીય પ્રિમીયર લીગ (APL) સિઝન ૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે બે દિવસની બોક્સ ટુર્નામેન્ટમાં ૫૬ ટીમોના ૪૪૮ પ્લેયર ભાગ લેશે. બે દિવસમાં ૩૯ કલાક દરમ્યાન આશરે ૨૦૦૦ યુવકોની ઉપસ્થિતિમાં ૩ ટર્ફ પર કુલ ૯૪ મેચ રમવામાં આવશે. રવિવારે રોમાંચક ફાઇનલ જોવા મળશે.
ADVERTISEMENT
આ પણ જુઓ - મહાવીર નગરમાં GBMM પ્રેમીયર લીગ 3માં જામી બરાબરીની ટક્કર
ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન પાછળ, પ્રગટ ગુરુહરિ પ.પૂ. પ્રબોધજીવન સ્વામીજી (અધિષ્ઠાતા - હરિપ્રબોધમ)ની હૃદય ભાવના એવી છે કે, આજના આ ઓનલાઈનના યુગમાં યુવાનોને જો યોગ્ય માર્ગદર્શન અને હુંફ મળે તો જીવનમાં ધ્યેયની સ્પષ્ટતાથી યુવાસમાજમાં જાગ્રતતા વિકસે તેમજ જે તે નેગેટીવ વિષય, વિચારો અને વ્યસનોથી મુક્ત થાય એવા ઉમદા હેતુથી આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ છે આ વર્ષની પ૬ ટીમો –
અક્ષર આનંદ, અંબરીશ રાઇડર્સ, અમૃત એવેન્જર્સ, અનિર્દેશ લૉયલ્સ, એસોજ ઇન્ડિયન્સ, એવીડી ટાઇટન્સ, ઑસમ આત્મીય, ભક્તિ રોકેટ્સ, ભુલકુ એક્સપ્રેસ, ચૈતન્ય ચેલેન્જર્સ, દર્શન સ્કૉર્ચર્સ, દાસત્વ ઇન્ફાઇનાઇટ, ડિવોટેડ વોરહોક્સ, ડિવાઇન ગ્રેસ, ઇટરનલ આનંદ, ઇટરનલ સિંહ, ફિયરલેસ નિશ્ચિંત, ગુણાતીત ૧૧, ગુણાતીત સિંહ, ગુણાતીત વોરિયર્સ, હરિ હૃદય, હરિભક્તિ ફૉરએવર, હરિધામ હીરોઝ, હરિપ્રબોધધામ IX, ઇન્ડિજીનિયસ યોગી, મિસ્ટિકલ મુક્તો, નમન રેન્જર્સ, નારાયણી સેના, નિમિત કેટાલિસ્ટ, નિર્દોષ રેન્જર્સ, નિર્ગુણ નિન્જા, નિર્માણ સેવક, નિષ્કામ નાઈટ્સ, પૂર્ણમ ચેલેન્જર્સ, સર્વોચ્ચ નિષ્ઠા, સર્વસ્વ યુનાઈટેડ, પવિત્ર વોરિયર્સ, સત્વમ સ્પાર્ટન્સ, યુવા ઉત્કર્ષ, શૂરવીર હિટર્સ, સમરપિત સૉલ, સંબંધ પેટરિઓટ્સ, સરલ અસપાઇરન્ટ, સાર્થક અચીવર, સેવાભક્તિ ચેમ્પિયન્સ, શ્રી હરિ XI, સુહ્રદ સોલ્જર, સ્વધર્મ સ્કાયફોર્સ, તન્મય થંડર્સ, અલ્ટીમેટ એકાંતિક, ઉમંગ રેસર, વિ નિરામય, યુથ એક્સ્ટ્રીમ, સહજાનંદ સુપરનોવા, પરમાનંદ પ્લેયર્સ, પવિત્ર પ્લેયર્સ
આ પણ જુઓ - Mid-day Premier League : છેલ્લે સુધી જામ્યો ક્રિકેટની ખરાખરીનો રંગ, જુઓ તસવીરો
છેલ્લા પાંચ વર્ષથી અક્ષર યુવક મંડળ યુવકો માટે આત્મીય પ્રિમીયર લીગ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. દર વર્ષે આ ટુર્નામેન્ટને જબરજસ્ત પ્રતિસાદ મળે છે. આ વર્ષે પ્રથમવાર IPLના ફોરમેટ મુજબ ૨૨૪ પ્લેયરનું ઓકશનનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં ગયા વર્ષના બેસ્ટ બેટ્સમેન સાઈરાજ ઉત્તેકર (૧૭૯ રન્સ)ને ૫૦,૦૦૦ પોઇન્ટ્સની સી વધુ કિંમતે યુથ એકસ્ટ્રીમ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા હતા.
આ વર્ષની એપીએલ આઇપલથી ચાર ચંદા ચડે તેવી છે. ત્યારે આખરે મેચમાં કઈ ટીમ બાજી મારે છે અને ક્યા પ્લેયરો દિલ જીતે છે તે તો વિકએન્ડ પર જ ખબર પડશે.