ફાઇનૅન્સ મિનિસ્ટ્રી મેળવવા માટે પ્રેશર લાવવા નૉટ રીચેબલ થઈ ગયા હોવાની નાગપુરમાં ચર્ચા
અજીત પવાર
બે દિવસથી નૉટ રીચેબલ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આજથી વિધાનમંડળના શિયાળુ સત્ર માટે હાજર રહેશે એવી સ્પષ્ટતા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરેએ ગઈ કાલે કરી હતી. અજિત પવાર દિલ્હી ગયા છે એવી અટકળો વિશે પણ સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે ગળામાં ઇન્ફેક્શન થયું હોવાથી છેલ્લા બે દિવસથી તેઓ નાગપુરમાં પોતાના બંગલામાં આરામ કરી રહ્યા છે.
ઍક્ટિવિસ્ટ અંજલિ દમાનિયાએ અજિત પવાર બે દિવસથી કોઈને મળ્યા ન હોવાથી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ફરીથી નૉટ રીચેબલ? વાહ રે લોકશાહી.