થાણેના બિલ્ડર સૂરજ પરમારને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને MNSના નેતાની હત્યાનો આરોપ છે તેના પર
નજીબ મુલ્લા, જિતેન્દ્ર આવ્હાડ
થાણેના બિલ્ડર સૂરજ પરમારની આત્મહત્યાના કેસમાં જેલમાં જઈ આવેલા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા જમીલ શેખની હત્યા કરવાનો જેના પર આરોપ છે એ નજીબ મુલ્લાને અજિત પવારે તેમની પાર્ટી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માંથી થાણેની કળવા-મુમ્બ્રા બેઠકમાં શરદ પવાર જૂથના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ સામે વિધાનસભાની ઉમેદવારી આપી છે. નજીબ મુલ્લા NCPનો ભૂતપૂર્વ નગરસેવક છે અને તેની આ વિસ્તારમાં સારી પકડ છે એટલે આ વખતની ચૂંટણીમાં જિતેન્દ્ર આવ્હાડની મુશ્કેલી વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે થાણેના બિલ્ડર સૂરજ પરમારે ૨૦૧૫માં આત્મહત્યા કરી હતી ત્યારે તેના ઘરમાંથી મળી આવેલી ડાયરીમાં એ સમયના NCPના નગરસેવક નજીબ મુલ્લાનું પણ નામ હતું એટલે બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી MNSના નેતા જમીલ શેખની હત્યા માટે પણ નજીબ મુલ્લાએ સુપારી આપી હોવાનો આરોપ પોલીસની તપાસમાં તેમના પર લાગ્યો હતો.