સીધી લડતમાં અજિત પવારને ૨૭ તો શરદ પવારને ૭ બેઠક મળી
અજિત પવાર, શરદ પવાર
વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે ૩૪ બેઠક પર સીધો મુકાબલો થયો હતો. એમાં અજિત પવારે ૨૭ તો શરદ પવારે ૭ બેઠક પર વિજય મેળવ્યો છે. આથી ભત્રીજા અજિત પવારે કાકા શરદ પવારને પછાડ્યા હોવાનું જણાઈ આવ્યું છે. આ વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં અજિત પવારને માત્ર ૭ બેઠક પર સરસાઈ મળી હતી. એની સામે વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવારને કુલ ૪૧ બેઠકમાં સફળતા મળી છે. અજિત પવારને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ૨૦, મરાઠવાડામાં ૧૦ અને વિદર્ભમાં પાંચ બેઠકનો ફાયદો થયો છે. આની સામે શરદ પવારને આટલી જ બેઠકનું નુકસાન થયું છે.