પુણેમાં પત્રકારો સાથે વાત કરતા, પવારે એવી ચર્ચાને રદિયો આપ્યો હતો કે તેઓ એનસીપીના સંમેલનમાં હાજરી આપી શક્યા ન હતા કારણ કે તે જ સમયે થઈ રહેલા અન્ય એક કાર્યક્રમમાં તેમણે સહભાગી થવાનું હતું
ફાઇલ તસવીર
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવારે (Ajit Pawar) શુક્રવારે પાર્ટીના મુંબઈ એકમની મોટી બેઠકમાં હાજરી આપી ન હતી. તેમના આ પગલાંથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ ગરમાઈ છે કે અજિત પવાર મોટું પગલું ભરી શકે છે.
પુણેમાં પત્રકારો સાથે વાત કરતા, પવારે એવી ચર્ચાને રદિયો આપ્યો હતો કે તેઓ એનસીપીના સંમેલનમાં હાજરી આપી શક્યા ન હતા કારણ કે તે જ સમયે થઈ રહેલા અન્ય એક કાર્યક્રમમાં તેમણે સહભાગી થવાનું હતું. તેમણે કહ્યું કે આમાં વધુ કંઈ વિચારવું જોઈએ નહીં. ભાજપે કહ્યું કે મહા વિકાસ અઘાડીના નેતાઓ તેમને બદનામ કરી રહ્યા છે અને તેમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
ADVERTISEMENT
મુંબઈ (Mumbai)માં દિવસભર ચાલેલી બેઠકને પાર્ટીના વડા શરદ પવાર અને અન્ય વરિષ્ઠ નેતાઓ જેમ કે પ્રફુલ પટેલ, જીતેન્દ્ર આવ્હાડ, સુપ્રિયા સુલે, છગન ભુજબળ અને પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે સંબોધિત કરી હતી.
પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે મુંબઈ અને થાણે પ્રદેશમાં 60 વિધાનસભા બેઠકો છે અને જો NCPને રાજ્યમાં નંબર વન પાર્ટી તરીકે આગળ આવવું હોય તો આ પટ્ટામાં સારું પ્રદર્શન કરવું જોઈએ. 2019 રાજ્યની ચૂંટણીમાં, પાર્ટીએ 288 સભ્યોની વિધાનસભામાં 54 બેઠકો જીતી હતી. આવ્હાડે કહ્યું કે જો શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ગઠબંધનમાં નાગરિક ચૂંટણી લડવામાં આવે તો પક્ષ સારો દેખાવ કરી શકે છે.
NCP, કૉંગ્રેસ અને શિવસેના ઠાકરે હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારનો ભાગ હતા, જે એકનાથ શિંદેના બળવાને પગલે ગયા વર્ષે પડી ભાંગી હતી, જેમણે પાછળથી મુખ્યપ્રધાન બનવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે હાથ મિલાવ્યો હતો.
જયંત પાટીલે કહ્યું કે, “એનસીપીએ કૉંગ્રેસ સાથે ગઠબંધન કરીને મુંબઈમાં મિશ્ર પરિણામો સાથે ચૂંટણી લડી છે. આપણે પાયાના સ્તરે પોતાને મજબૂત કરવા અને આવાસ અને પાયાની સુવિધાઓના મુદ્દાઓ પર લોકો સાથે જોડાવા માટેના પ્રયાસોનું નવીનીકરણ કરવું પડશે.”
પુણેમાં અજિત પવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “એક જ સમયે બનતી બે ઘટનાઓમાંથી એકની પસંદગી કરવાની હોય છે. અનુમાન કરવાની કોઈ જરૂર નથી.”
આ પણ વાંચો: હવામાન વિભાગે મુંબઈ અને થાણેમાં આગામી કેટલાક દિવસો માટે કરી હીટવેવની આગાહી
ઉલ્લેખનીય છે કે સત્તાધારી ભાજપ સાથે અજિત પવારની વધતી નિકટતા અંગે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ઉગ્ર અટકળો ચાલી રહી છે.