અહમદનગર જિલ્લાના જામખેડ તાલુકાના જાંબવાડીની હદમાં ગઈ કાલે બપોર બાદ માતકુળી રોડ પર જામખેડ તરફ જઈ રહેલી એક બોલેરો જીપ કૂવામાં ખાબકી હતી
જીપ કૂવામાં પડી અને ચારનાં મોત
અહમદનગર જિલ્લાના જામખેડ તાલુકાના જાંબવાડીની હદમાં ગઈ કાલે બપોર બાદ માતકુળી રોડ પર જામખેડ તરફ જઈ રહેલી એક બોલેરો જીપ કૂવામાં ખાબકી હતી, જેમાં ચાર યુવકનાં મૃત્યુ થયાં હતાં. રસ્તામાં પડેલી કાંકરીને લીધે સ્પીડમાં જઈ રહેલી જીપના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં જીપ રસ્તાની બાજુમાં આવેલા કૂવામાં પડી ગઈ હોવાનું પોલીસે કહ્યું હતું. આ ઘટનામાં ૨૯ વર્ષના અશોક શેળકે, ૩૫ વર્ષના રામહરિ શેળકે, ૩૦ વર્ષના કિશોર પવાર અને પચીસ વર્ષના સુનીલ બારસ્કર જીપ સાથે પાણીમાં ડૂબી ગયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીમાં ડૂબેલા યુવકોને કૂવામાંથી બહાર કાઢીને હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે ચારેય યુવાને દમ તોડી દીધો હતો.