આ વર્ષે સારીએવી ઠંડી પડશે એવો વરતારો વેધશાળાએ શિયાળો બેઠો એ પહેલાં જ કરી દીધો છે.
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા એક દાયકામાં નવેમ્બર મહિનામાં બીજી સૌથી ઠંડી સવારનો મંગળવારે અનુભવ કર્યા બાદ ગઈ કાલે તાપમાનમાં નજીવો વધારો થયો હતો. મંગળવાર સવારના ૧૬.૮ ડિગ્રી તાપમાનની સામે ગઈ કાલે સવારે ૧૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે વેધશાળાએ આવતી કાલ સુધી સવારનું તાપમાન ૧૬-૧૭ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરી છે. જોકે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં સારીએવી ઠંડી જોવા મળી રહી છે. ગઈ કાલે કર્જતમાં ૧૩.૮ ડિગ્રી ટેમ્પરેચર હતું. આ સિવાય પનવેલ, પાલઘર, કલ્યાણ, ડોમ્બિવલી, વિરારમાં તાપમાનમાં સારીએવી ઘટ જોવા મળી હતી અને આ વિસ્તારોમાં ટેમ્પરેચર ૧૪થી ૧૬ ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. સવારના સમયે ધુમ્મસનું પણ સારુંએવું પ્રમાણ હોવાથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. બીજી બાજુ પુણેના શિવાજીનગરમાં ગઈ કાલે ૯.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ વર્ષે સારીએવી ઠંડી પડશે એવો વરતારો વેધશાળાએ શિયાળો બેઠો એ પહેલાં જ કરી દીધો છે.