રોડ-શોનું સમાપન રામજી આસર સ્કૂલ પાસે થશે, જ્યાંથી રાજાવાડી હૉસ્પિટલ નજીક જ છે.
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં ઘાયલ થનારા મોટા ભાગના લોકો ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં ઍડ્મિટ છે એટલે આજે રોડ-શો કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તેમ જ ભારતીય જનતા પાર્ટીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર સાથે રાજાવાડી હૉસ્પિટલમાં ઘાયલ થયેલા લોકોને મળવા જાય એવી શક્યતા છે. રોડ-શોનું સમાપન રામજી આસર સ્કૂલ પાસે થશે, જ્યાંથી રાજાવાડી હૉસ્પિટલ નજીક જ છે.