સૈફની તબિયતમાં સુધારો થયા બાદ કરીનાએ બન્ને પુત્રો સાથે પતિની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ભારે સિક્યૉરિટી સાથે કરીના ટી-શર્ટ અને જીન્સમાં લીલાવતી હૉસ્પિટલ પહોંચી હતી
તૈમુર
પોલીસે સૈફ અલી ખાન પર હુમલો કરનાર મોહમ્મદ શહજાદ ઉર્ફે શરીફુલ ઇસ્લામની શનિવારે મોડી રાતે ધરપકડ કર્યા બાદ ગઈ કાલે કરીના કપૂર પતિ સૈફની ખબર પૂછવા પુત્રો તૈમુર અને જેહને લઈને લીલાવતી હૉસ્પિટલ ગઈ હતી. સૈફની તબિયતમાં સુધારો થયા બાદ કરીનાએ બન્ને પુત્રો સાથે પતિની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ભારે સિક્યૉરિટી સાથે કરીના ટી-શર્ટ અને જીન્સમાં લીલાવતી હૉસ્પિટલ પહોંચી હતી એ સમયે તેના પરિવારના બીજા કેટલાક સભ્યો પણ હૉસ્પિટલમાં હાજર હતા.