Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટક અને ગુજરાત બાદ નાગપુરમાં HMPVના બે શંકાસ્પદ કેસ નોંધાયા

કર્ણાટક અને ગુજરાત બાદ નાગપુરમાં HMPVના બે શંકાસ્પદ કેસ નોંધાયા

Published : 08 January, 2025 07:22 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્ર સરકાર દ્વારા બધાં રાજ્યોને ઇન્ફ્લ્યુએન્ઝા અને શ્વાસસંબંધી દરદીઓ પર નજર રાખવાની તાકીદ કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચીનમાં ફેલાઈ રહેલા HMPV (હ્યુમન મેટાન્યુમોવાઇરસ)ના કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુમાં મળીને કુલ પાંચ કેસ નોંધાયા બાદ ગઈ કાલે નાગપુરમાં પણ આ વાઇરસના બે શંકાસ્પદ દરદીઓ મળી આવ્યા હતા. નાગપુરના રામદાસપેઠમાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ૭ વર્ષના બાળક અને ૧૪ વર્ષની બાળકીને ઉધરસ અને તાવ આવતો હોવાથી ૩ જાન્યુઆરીએ ઍડ્‍મિટ કરવામાં આવ્યાં હતાં. આ બન્નેનો રિપોર્ટ HMPV પૉઝિટિવ આવ્યો છે. સારવાર બાદ આ બન્ને બાળકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જોકે આ પ્રાઇવેટ હૉસ્પિટલનો રિપોર્ટ હોવાથી બન્ને દરદીઓનાં સૅમ્પલ નાગપુરની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ અને પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાં મોકલવામાં આવ્યાં હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. 
રાજ્યોમાં HMPVના કેસ સામે આવી રહ્યા હોવાથી કેન્દ્ર સરકારે રાજ્યોને ઇન્ફ્લુએન્ઝા અને શ્વાસસંબંધી દરદીઓ પર નજર રાખવાની સાથે આ સંબંધે જાગૃતિ લાવવાની તાકીદ કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2025 07:22 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK