રાતે BJPના નેતા અને દેવેન્દ્ર ફડણવીસના સંકટમોચક ગિરીશ મહાજન સાથે અડધો કલાક મીટિંગ કર્યા બાદ તેઓ દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા હતા.
ગઈ કાલે જ્યુપિટર હૉસ્પિટલમાંથી નીકળતા એકનાથ શિંદે.
ગયા શુક્રવારથી તબિયત ખરાબ હોવાને લીધે આરામ કરી રહેલા કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલથી કામ પર લાગી ગયા હતા. સૌથી પહેલાં તેઓ થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં ગયા હતા. ત્યાં તેમનો મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નૉર્મલ હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. એ પહેલાં તેમનો ડેન્ગી અને મલેરિયાનો રિપોર્ટ પણ કાઢવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.
હૉસ્પિટલથી તેઓ સીધા પોતાના વર્ષા બંગલા પર ગયા હતા અને ત્યાં તેમણે સૌથી પહેલાં છઠ્ઠી ડિસેમ્બરની તૈયારીની અધિકારીઓ સાથે રિવ્યુ-મીટિંગ કરી હતી. ત્યાર બાદ તેમણે પાર્ટીના વિધાનસભ્યોની પણ બેઠક લીધી હતી. આ સિવાય બીજી પણ અમુક મીટિંગ કાર્યવાહક મુખ્ય પ્રધાને કરી હતી. રાતે BJPના નેતા અને દેવેન્દ્ર ફડણવીસના સંકટમોચક ગિરીશ મહાજન સાથે અડધો કલાક મીટિંગ કર્યા બાદ તેઓ દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા હતા.