વસઈની શ્રદ્ધા વાલકરની હત્યાના આરોપસર પકડાયેલા તેના જ બૉયફ્રેન્ડ અફતાબ પૂનાવાલાને જેલ-કસ્ટડી મળતાં હાલ દિલ્હીની તિહાર જેલમાં રાખવામા આવ્યો છે.
Shraddha Murder Case
શ્રદ્ધા હત્યાકાંડનો આરોપી આફતાબ
મુંબઈ : વસઈની શ્રદ્ધા વાલકરની હત્યાના આરોપસર પકડાયેલા તેના જ બૉયફ્રેન્ડ અફતાબ પૂનાવાલાને જેલ-કસ્ટડી મળતાં હાલ દિલ્હીની તિહાર જેલમાં રાખવામા આવ્યો છે. તેને તિહારની જેલ-નંબર ૪ના ૧૫ નંબરના સેલમાં એકલો જ રાખવામાં આવ્યો છે. જેલમાં સમય પસાર કરવા આફતાબે હવે જેલ સુપરિન્ટેન્ડેન્ટ પાસે વાંચવા માટે નૉવેલ અને પુસ્તકો માગ્યાં છે. એ સિવાય આફતાબને લઈ જતી વૅન પર કેટલાક લોકોએ તલવારથી હુમલો કર્યો હતો. એથી તેના જીવને ખતરો હોવાથી જેલમાં પણ તેની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવ્યું છે અને તેના સેલની ચોકી કરતા ગાર્ડ્સની સંખ્યા વધારવામાં આવી છે. આફતાબની પૉલિગ્રાફ ટેસ્ટ પૂરી થઈ ગઈ છે અને નાર્કો ટેસ્ટ પણ થઈ છે ત્યારે દિલ્હી એફએસએલની એક ટીમ આફતાબને પોસ્ટ નાર્કો ટેસ્ટ પછી હાલત કેવી છે એ જાણવા તેની પૂછપરછ કરશે.
ઉલ્લેખનીય છે કે જેલમાં આફતાબ પર બાર જેટલા કૅમેરાથી નજર રાખવામાં આવી રહી છે. તે હતાશમાં આત્મહત્યા કરે એવી શક્યતા છે, પરંતુ આફતાબનું વર્તન પરથી એવું જણાઈ આવ્યું છે કે જાણે તેને શ્રદ્ધાની હત્યા કરવાનો કોઈ અફસોસ જ નથી.