સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયન આત્મહત્યા પ્રકરણમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની તપાસ કરવામાં આવે એવી માગણી કરતી અરજી રાશિ ખાન પઠાણ નામની વ્યક્તિએ કોર્ટમાં કરી છે
ફાઇલ તસવીર
બૉલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેની મૅનેજર દિશા સાલિયનના બહુચર્ચિત મૃત્યુના મામલામાં આદિત્ય ઠાકરે હાઈ કોર્ટમાં કૅવિએટ દાખલ કરી છે. દિશા સાલિયનના મામલામાં આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપ કરવામાં આવ્યા છે તેથી તેમણે આ બાબતે હાઈ કોર્ટમાં કૅવિએટ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયન આત્મહત્યા પ્રકરણમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની તપાસ કરવામાં આવે એવી માગણી કરતી અરજી રાશિ ખાન પઠાણ નામની વ્યક્તિએ કોર્ટમાં કરી છે. આ અરજી કોર્ટમાં દાખલ કર્યા બાદ આદિત્ય ઠાકરેએ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં પોતાની બાજુ પણ સાંભળવામાં આવે એવી અરજી કોર્ટમાં કરી છે.
ADVERTISEMENT
૮ જૂન ૨૦૨૦ના રોજ દિશા સાલિયન, આદિત્ય ઠાકરે, રાહુલ કનાલ, સૂરજ પંચોલી, સચિન વઝે, એકતા કપૂર વગેરેના મોબાઇલ લોકેશનની તપાસ કરવામાં આવે, કેમ કે તેઓ દિશા સાલિયનના મૃત્યુસ્થળના ૧૦૦ મીટરના પરિસરમાં હતા. એટલું જ નહીં, ૧૩ અને ૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી, આદિત્ય ઠાકરે, અરબાઝ ખાન, સંદીપ સિંહ, શૌવિક ચક્રવર્તી આ બધાનું મોબાઇલ લોકેશન પણ તપાસવામાં આવે. આ બંને દિવસે આસપાસના પરિસરમાં આદિત્ય ઠાકરે સંબંધિત તમામ સીસીટીવી ફુટેજ પણ તપાસવામાં આવે આ મુજબની માગણી કરતી અરજી કોર્ટમાં કરવામાં આવી છે.
સુશાંતનું મૃત્યુ થયા બાદ આદિત્ય ઠાકરે અને રિયા ચક્રવર્તી વચ્ચે ૪૪ વખત ફોન પર શું વાત થઈ? સુશાંત અને દિશાના મૃત્યુ પર સવાલ ઉઠાવતા તમામ લોકોની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.