Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ થયું ‘પાવરફુલ’

મુંબઈ થયું ‘પાવરફુલ’

03 October, 2023 11:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અદાણીએ ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન લાઇન સક્રિય કરતાં ૪૦૦ કેવી નૅશનલ ગ્રિડનું જોડાણ સ્થાપિત થયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અદાણી પોર્ટફોલિયોના ઊર્જા ઉકેલ, ટ્રાન્સમિશન અને વિતરણના એક અંગ સમી અગાઉ અદાણી ટ્રાન્સમિશન અને હવે અદાણી એનર્જી સૉલ્યુશન્સ દ્વારા કાર્યાન્વિત કરવામાં આવેલો ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મુંબઈ શહેરને વધતી જતી અને ભવિષ્યની માગને પહોંચી વળવા વધારાની વીજ લાવવા માટે સક્ષમ બનાવશે. આ પ્રોજેકટ મુંબઈ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે, કારણ કે ટ્રાન્સમિશન કૉરિડોરની હાલની ક્ષમતા શહેરમાં વધુ પાવર વહન કરવા માટે પૂરતી નથી.


તાજેતરના ભૂતકાળમાં મુંબઈમાં બે વાર ગ્રિડ ફેલ થવાથી સમગ્ર મહાનગરના વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. જોકે હવે ખારઘર-વિક્રોલી લાઇન કાર્યાન્વિત થવાની સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓને ઘટાડવાના ઉપાય તરીકે મુંબઈ શહેરમાં વધારાની ૧,૦૦૦ મેગાવૉટ વિશ્વસનીય વીજળી લાવશે. આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થવાથી મુંબઈને એની મ્યુનિસિપલ ભૌગોલિક હદમાં ૪૦૦ કિલોવૉટની ગ્રિડ મળી છે, જે એની વીજળી ગ્રિડમાં જ વધારાની આયાત ક્ષમતા લાવીને વિશ્વસનીયતા અને સ્થિરતામાં સુધારો લાવવા ઉપરાંત બુલેટ ટ્રેન, મેટ્રો રેલ અને સિટી રેલવે મારફત મુસાફરી માટે તેમ જ કમર્શિયલ અને રેસિડેન્શિયલ સંસ્થાનો માટે વધુ ટકાઉપણું પ્રદાન કરે છે.



વિક્રોલી ખાતેની ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન લાઇન 1,500 MVA 400 kV ગૅસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન (GIS) સાથે 400 kV અને 220 kV ટ્રાન્સમિશન લાઇનના આશરે 74 સર્કિટ કિલોમીટરની બનેલી છે. આશરે 9,500 ચોરસ મીટર વિસ્તારને આવરી લેતું આ પ્રકારનું મુંબઈમાં સૌપ્રથમ 400KV સબસ્ટેશન છે. સૌથી કૉમ્પેક્ટ ડિઝાઇન ધરાવતું આ સબસ્ટેશન એની 400kV અને 220kV GISને ઊભી રીતે સ્ટેક કરતું હોવાથી ડિઝાઇનની દૃષ્ટિએ જગ્યાની જરૂરિયાતો ઓછી કરતું હોવાને કારણે અજોડ છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2023 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK