તેમનું ઉત્તર પ્રદેશના બદાયુંમાં અવસાન થયું છે
ઍક્ટર ફિરોઝ ખાનનું
અમિતાભ બચ્ચનની મિમિક્રી કરીને ફેમસ થનાર ઍક્ટર ફિરોઝ ખાનનું ગઈ કાલે હાર્ટ-અટૅકથી અવસાન થયું છે. તેમનું ઉત્તર પ્રદેશના બદાયુંમાં અવસાન થયું છે. ‘ભાબીજી ઘર પર હૈં!’ના તેમના પાત્રને કારણે તેમને ઘણી નામના મળી હતી. તેમણે ‘જીજાજી છત પર હૈં’, ‘સાહબ બીબી ઔર બૉસ’ અને ‘હપ્પૂ કી ઉલ્ટન પલ્ટન’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર પણ બિગ બીની મિમિક્રી કરતા તેમના ઘણા વિડિયોને ઘણા વ્યુઝ મળ્યા છે. તેઓ ઘણી ઇવેન્ટમાં જઈને પણ બિગ બીની મિમિક્રી કરતા હતા. તેમના નિધન પર ‘ભાબીજી ઘર પર હૈં!’માં અનુના રોલમાં દેખાયેલી સૌમ્યા ટંડને પણ શોક વ્યક્ત કર્યો છે.