આવનારા બેથી ત્રણ દિવસ હળવાં ઝાપટાં પડતાં રહેશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે.
વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર
આજે મુંબઈ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) સહિત રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી વેધશાળાએ ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. રાયગડમાં તો ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી હવામાન ખાતાએ ત્યાં રેડ અલર્ટ જાહેર કરી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે ભારે ગાજવીજ સાથે વરસાદનાં જોરદાર ઝાપટાં પડવાની શક્યતા છે. એટલું જ નહીં, ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાનો છે. ત્યાર બાદ આવનારા બેથી ત્રણ દિવસ હળવાં ઝાપટાં પડતાં રહેશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે.