ત્રણ યુવાનોને હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા, જ્યારે ચોથા યુવાનને મામૂલી ઈજા થઈ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની સામે કૅપિટલ સિનેમાની ગલીમાં આવેલા ભાટિયા ગાર્ડન સામે એક સિનિયર સિટિઝને તેમની કાર પરથી કન્ટ્રોલ ગુમાવીને ચાર યુવાનોને અડફેટે લેતાં ઘાયલ થયેલા ત્રણ યુવાનોને સારવાર માટે સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને આઇસીયુમાં સારવાર અપાઈ રહી છે, જ્યારે ચોથા યુવાનને મામૂલી ઈજા થઈ હતી. સિનિયર સિટિઝન પણ આ ઘટના બાદ ગભરાઈ જતાં તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે.
અકસ્માતની આ ઘટના વિશે માહિતી આપતાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન તડાખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માહિમમાં રહેતા ૭૮ વર્ષના
દિલીપ ચટવાણી તેમની તાતા
ટિઆગો લઈને મુંબઈ આવ્યા હતા. સાંજે ૭થી ૭.૧૫ વાગ્યા દરમ્યાન સ્ટેશનની સામે આવેલી મૅક્ડોનલ્ડ્સની પાસે, ભાટિયાબાગ પાસે કાર પરથી કન્ટ્રોલ ગુમાવતાં તેમણે યુવાનોને અડફેટે લીધા હતા. એ વખતે તેમણે
ત્યાં પાર્ક થયેલી પોલીસ વૅનને પણ
કાર ઠોકી દીધી હતી. એ વૅનને કારણે કાર ફુટપાથ પર ન જતાં ત્યાં જ અટકી ગઈ હતી. નહીં તો એ વખતે ફુટપાથ પરથી પસાર થતા લોકો
કારની અડફેટે આવી ગયા હોત. ચારે યુવાનો મૂળ શિવડીના છે અને અઠવાડિયામાં એકાદ-બે વાર ત્યાં ફુટબૉલ પ્રૅક્ટિસ માટે આવતા હોય છે. દિલીપ ચટવાણીને પણ એ ઘટના બાદ ગભરામણ થતાં તેમને પણ સારવાર અપાઈ રહી છે.’