મ્યુઝિયમનું ઉદ્ઘાટન પાંચમી નવેમ્બરે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના હાથે કરવામાં આવ્યું હતું. જૈન ફિલસૂફીને સમર્પિત કરવામાં આવેલું અત્યાર સુધીનું આ સૌથી મોટું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ બનવામાં ૧૦ વર્ષ લાગ્યાં છે.
જૈન ફિલસૂફીને સમર્પિત કરવામાં આવેલું અભય પ્રભાવના મ્યુઝિયમ.
પુણેથી ૫૦ કિલોમીટરના અંતરે આવેલા માવળ તાલુકાના પરવડી ગામમાં પચાસ એકર જમીનમાં જૈન વિદ્વાનો, વિચારકો અને આર્ટિસ્ટ્સના સહયોગથી ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ફિરોદિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિલૉસોફી, કલ્ચર ઍન્ડ હિસ્ટરી (FIPCH) અને અમર પ્રેરણા ટ્રસ્ટ દ્વારા અભય પ્રભાવના મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન પાંચમી નવેમ્બરે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના હાથે કરવામાં આવ્યું હતું. જૈન ફિલસૂફીને સમર્પિત કરવામાં આવેલું અત્યાર સુધીનું આ સૌથી મોટું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ બનવામાં ૧૦ વર્ષ લાગ્યાં છે.
અભય પ્રભાવના મ્યુઝિયમના સ્થાપક અને અમર પ્રેરણા ટ્રસ્ટના અધ્યક્ષ અને ફોર્સ મોટર્સના ચૅરમૅન અભયકુમાર ફિરોદિયાએ કહ્યું હતું કે ‘આ મ્યુઝિયમ શ્રમણ અને જૈન પરંપરાનાં ઊંડાં મૂલ્યોના પ્રતીકરૂપે બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ મ્યુઝિયમ ભારતની નૈતિક અને સાંસ્કૃતિક ફિલસૂફીનું પણ પ્રતીક છે.’
ADVERTISEMENT
ઇન્દ્રાયણી નદીના કિનારે બનાવવામાં આવેલા આ મ્યુઝિયમમાં હાઈ-ટેક ઑડિયો-વિઝ્યુઅલ, ઍનિમેશન, વર્ચ્યુઅલ રિયલિટી, ઇન્ટરૅક્ટિવ સિસ્ટમ અને ૩૫૦થી વધુ પેઇન્ટિંગ્સ, મૂર્તિઓ અને ભવ્ય પ્રતિકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.