થાણે જિલ્લાના ભિવંડીમાં એક વ્યક્તિની અન્ય વ્યક્તિ સાથે લડાઈ થતાં એમાંથી એક યુવકનું બિલ્ડિંગના બીજા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું.
Bhiwandi
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : થાણે જિલ્લાના ભિવંડીમાં એક વ્યક્તિની અન્ય વ્યક્તિ સાથે લડાઈ થતાં એમાંથી એક યુવકનું બિલ્ડિંગના બીજા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. નિઝામપુરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘કટાઈ ગામના ૨૬ વર્ષના સાદિક અન્સારી અને આરોપી બુધવારે પાણી લાવવા બાબતે દલીલો કરવા લાગ્યા હતા. આ દલીલોએ ઝઘડાનું સ્વરૂપ લેતાં લડાઈ દરમિયાન બન્ને બિલ્ડિંગના બીજા માળેથી નીચે પડી ગયા હતા. આ બનાવમાં સાદિક અન્સારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.’