હવે સરેન્ડર કર્યા બાદ રાજ્ય સરકારે તેમના પુનર્વસન માટે એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
કુલ ૧૧ નક્સલવાદીઓએ સરેન્ડર કર્યું હતું
વર્ષના પ્રથમ દિવસે ગઈ કાલે ગડચિરોલીમાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં છેલ્લાં ૩૮ વર્ષથી ઍક્ટિવ મહિલા નક્સલવાદી સહિત કુલ ૧૧ નક્સલવાદીઓએ સરેન્ડર કર્યું હતું.
જે નક્સલવાદીઓએ શરણાગતિ સ્વીકારી હતી એમાં ચંદ્રા સિદામ ઉર્ફે તરાક્કાનો પણ સમાવેશ હતો. તેઓ નક્સલવાદી મૂવમેન્ટનાં સૌથી વરિષ્ઠ સભ્યોમાંનાં એક છે. આ તમામ લોકો પર સલામતી દળો પર હુમલો કરવાનો આરોપ છે અને સરકારે આ ૧૧ નક્સલવાદીઓ પર કુલ ૧.૦૩ કરોડ રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું.
જોકે હવે સરેન્ડર કર્યા બાદ રાજ્ય સરકારે તેમના પુનર્વસન માટે એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ પૈસા રાજ્યની સરેન્ડર ઍન્ડ રીહૅબિલિટેશન પોલીસ અંતર્ગત જાહેર કરવામાં આવ્યા છે. આ લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આર્થિક મદદ પણ કરવામાં આવશે.