પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લીધા છે અને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારાના આચોલેમાં દસ વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર થયો હોવાની હિચકારી ઘટના બહાર આવી છે. આ બાળકી નાલાસોપારા-ઈસ્ટના શિર્ડીનગરમાં તેના પરિવાર સાથે રહે છે. બીજી સપ્ટેમ્બરે બાળકી ગણપતિનું આગમન જોવા ગઈ હતી. પાછા ફરતી વખતે બે જણે તેને આંતરી હતી અને અવાવરું જગ્યાએ લઈ જઈને તેના પર વારાફરથી બળાત્કાર કર્યો હતો.
તે જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેનાં કપડાં પર લોહીના ડાઘ હતા અને તે બહુ ગભરાયેલી હતી એટલે ઘરનાને શંકા ગઈ અને તેને પૂછતાં તેણે પોતાની સાથે શું બન્યું હતું એ જણાવ્યું. એથી તેની માતાએ આચોલે પોલીસ-સ્ટેશનમાં જઈને આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લીધા છે અને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.