Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હથિયારો વેચવા માટે હતાં કે ખાનાખરાબી કરવા?

હથિયારો વેચવા માટે હતાં કે ખાનાખરાબી કરવા?

04 July, 2024 08:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લોકો પાસેથી આઠ પિસ્ટલ અને ૧૩૮ બુલેટ જપ્ત કરી

જપ્ત કરાયેલ સામગ્રી અને તપાસ ટીમ

જપ્ત કરાયેલ સામગ્રી અને તપાસ ટીમ


મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના બાંદરા યુનિટના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયક અને તેમની ટીમે તપાસ કરીને રવિવારે જુહુમાંથી ત્રણ આરોપીઓને આઠ આધુનિક પિસ્ટલ અને ૧૩૮ બુલેટ સાથે ઝડપી લીધા હતા.


દયા નાયકને ઇન્ફૉર્મર દ્વારા માહિતી મળી હતી કે કોઈ વ્યક્તિ જુહુતારા રોડ પર PVR સિનેમા પાસે ગન અને બુલેટ લઈને આવવાની છે. એથી દયા નાયકે તેમની ટીમ સાથે વૉચ ગોઠવી એક આરોપીને રોકીને તેની પૂછપરછ કરી હતી. તેની ઝડતી લેતાં તેની પાસેથી સ્ટેનલેસ સ્ટીલની એક દેશી પિસ્ટલ અને સાત બુલેટ મળી આવી હતી. ત્યાર બાદ વધુ તપાસ કરતાં બીજી પાંચ આધુનિક પિસ્ટલ અને ૧૨૧ બુલેટ તેની પાસેથી મળી હતી. ત્યાર બાદની પૂછપરછમાં તેણે પોતાના બે સાગરીતોની માહિતી આપતાં તેમની પાસેથી એક-એક પિસ્ટલ અને ૧૦ બુલેટ પોલીસે જપ્ત કરી હતી. આમ ત્રણે આરોપીઓ પાસેથી કુલ મળીને આઠ પિસ્ટલ અને ૧૩૮ બુલેટ મળી આવી હતી. આટલા મોટા પ્રમાણમાં ફાયરઆર્મ્સ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી કે આ ફાયરઆર્મ્સ વેચાવા માટે આવ્યાં હતાં કે તેઓ કોઈ મોટી ખાનાખરાબી કરવા માગતા હતા? આ સંદર્ભે જુહુ પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ બાબતની વધુ તપાસ ચાલી રહી છે. ત્રણે આરોપીઓને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને ૮ જુલાઈ સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.  


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2024 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK