ફાયરમેન અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી
આગની પ્રતીકાત્મક તસવીર
થાણેમાં રવિવારે સવારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસમાં આગ લાગી હતી. જોકે બસમાં બેઠેલા ૪૫ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના પ્રમુખ યાસિન તડવીએ જણાવ્યું હતું કે આ ઘટના કલવા પોલીસ સ્ટેશન પાસેના વિટાવા બ્રિજ નજીક સવારે ૮.૧૮ વાગ્યે બની હતી.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનની બસ ૪૦થી ૪૫ મુસાફરોને લઈને રાયગડ જિલ્લાના ખોપટ બસડેપોથી પાલી જઈ રહી હતી ત્યારે એના એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળી
હતી. ફાયરમેન અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ મુસાફરોને બસમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ ૮.૨૮ વાગ્યા સુધીમાં જ કાબૂમાં આવી ગઈ હતી.