પોલીસે ઘટનાસ્થળે જઈ એ ભ્રૂણને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-વેસ્ટમાં આવેલા ચારકોપની અષ્ટવિનાયક સોસાયટીના કચરાના ડબ્બામાંથી સોમવારે ૭ મહિનાનું મૃત ભ્રૂણ મળી આવ્યું હતું. ત્યાંથી પસાર થઈ રહેલી એક વ્યક્તિને એ વિશે જાણ થતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈ એ ભ્રૂણને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે અમે એ વિસ્તારમાં હાલ કોણ-કોણ મહિલા ગર્ભવતી હતી એની માહિતી મેળવી રહ્યા છીએ અને એના આધારે આ ભ્રૂણ કોણે ત્યજી દીધું હોઈ શકે એની શોધ કરી રહ્યા છીએ.