થાણેના યેઉરમાં તસ્કરોએ પહેલાં તો બે ગાયોને અૅનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપીને બેભાન કરી દીધી, પછી જંગલમાંથી બહાર લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે બદમાશો પકડાઈ ગયા
બેભાન હાલતમાં જોવા મળેલી ગાય, ગાયની તસ્કરી કરનાર ફરમાન શેખ, ગાયોને આપવામાં આવેલાં ઇન્જેક્શન.
રાજ્યમાં ગૌતસ્કરોનો આતંક દિવસે-દિવસે વધી રહ્યો છે એને અટકાવવા પોલીસ અને રાજ્ય સરકાર વિવિધ પગલાં લઈ રહી છે ત્યારે થાણે-વેસ્ટના યેઉરમાં બે ગાય ચોરી જવાના ઇરાદાથી એને ઍનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપી બેભાન કરનાર ચાર તસ્કરોની બુધવારે મોડી રાતે વર્તકનગર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ દિવસે બે ગાયો ચોરી ગયા હતા અને ગામની નજીક એને સંતાડી દીધી હતી. એ પછી તેઓ રાતે યેઉરના જંગલમાંથી બહાર લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક સ્થાનિક ગ્રામવાસીની એના પર નજર પડતાં ઘટના પ્રકાશમાં આવી હતી. આરોપી ગાયો ચોરીને એને કતલખાને લઈ જવા માગતા હોવાની ચોંકાવનારી માહિતી પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે. આ કેસમાં બીજા આરોપીઓની સંડોવણી હોવાથી પોલીસ તેમને શોધી રહી છે.
ગાયો ચોરવાના આરોપસર ૧૦ જણ સામે ફરિયાદ નોંધીને ૪ આરોપીની ધરપકડ કરી છે એમ જણાવતાં વર્તકનગરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજકુમાર વાઘચોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે

