ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo Flight) બેંગકોક (Bangkok)થી મુંબઈ (Mumbai)તરફ આવી રહી હતી. આ દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી.
પ્રતિકાત્મક તસવીર
રવિવારે ઈન્ડિગોની ફ્લાઈટ(Indigo Flight)માં કંઈક એવું થયું કે તેને મ્યાનમાર ડાયવર્ટ કરવી પડી. ઈન્ડિગોની ફ્લાઈટ બેંગકોક (Bangkok)થી મુંબઈ (Mumbai)તરફ આવી રહી હતી. આ દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. વાસ્તવમાં ફ્લાઇટમાં એક મુસાફરની તબિયત લથડી હતી. આ પછી તરત જ ફ્લાઈટને મ્યાનમાર તરફ વાળવામાં આવી હતી. ઈન્ડિગો ફ્લાઈટે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, મ્યાનમારમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થવા છતાં બીમાર મુસાફરને બચાવી શકાયો ન હતો. એરપોર્ટ સ્ટાફ દ્વારા પેસેન્જરને ફ્લાઈટમાંથી ઉતારવામાં આવ્યો, અને ત્યાં જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઈન્ડિગોની ફ્લાઈટ 6E-57 જે બેંગકોકથી મુંબઈ તરફ આવી રહી હતી. જેને મેડિકલ ઈમરજન્સીના કારણે મ્યાનમારના રંગૂન તરફ વાળવામાં આવી હતી.
ADVERTISEMENT
ઈન્ડિગો ફ્લાઈટના નિવેદન અનુસાર, ફ્લાઈટ દરમિયાન પેસેન્જરની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. થોડી વાર પછી ફ્લાઈટમાં હાજર સ્ટાફને સમજાયું કે પેસેન્જરને હાર્ટ એટેક આવ્યો છે. પેસેન્જરની હાલત જોઈને ફ્લાઈટમાં હાજર સ્ટાફે તરત જ નજીકના એરપોર્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. આ પછી ફ્લાઈટનું મ્યાનમારના રંગૂન એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈન્ડિગો અનુસાર, મેડિકલ ટીમ એરપોર્ટ પર પહેલાથી જ હાજર હતી, પરંતુ સારવાર પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. અહીંથી લગભગ પાંચ કલાક પછી પ્લેન ફરી ટેકઓફ થયું હતું.
આ પણ વાંચો: આકાશમાં કેવી રીતે બચાવવો જીવ? ઈન્ડિગોમાં યાત્રીની તબિયત લથડતાં થયું મોત
એક અઠવાડિયામાં મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટ લેન્ડ થવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ 16 અને 17 માર્ચે પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. આ બંને કેસમાં મુસાફરનું પણ મોત થયું હતું. અગાઉ 17 માર્ચે રાંચી-પુણે ઈન્ડિગોની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ નાગપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. લેન્ડિંગ પછી પેસેન્જરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. બીજી તરફ 16 માર્ચે મુંબઈથી ગોરખપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલાનું પણ મોત થયું હતું. મુંબઈથી ઉડાન ભર્યાના લગભગ 25 મિનિટ પછી તેમનું અવસાન થયું.