વેસ્ટર્ન લાઇનમાં શનિવારે મધરાત બાદ ૧૨.૩૦ વાગ્યાથી લઈને સવારના ચાર વાગ્યા સુધી જમ્બો બ્લોક છે.
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે રવિવારે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. માટુંગાથી મુલુંડ દરમ્યાન સ્લો ટ્રૅક પર બન્ને તરફની ટ્રેનોના ટ્રૅક પર સવારના ૧૧.૦૫થી બપોરના ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. બ્લૉકના આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડશે. એથી એ લોકલ નાહુર, કાંજુરમાર્ગ અને વિદ્યાવિહાર પર ઊભી નહીં રહે.
હાર્બર લાઇનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી ચૂનાભઠ્ઠી દરમ્યાન સવારના ૧૧.૧૦ વાગ્યાથી લઈને સાંજે ૪.૪૦ વાગ્યા સુધી બ્લૉક લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન વાશી, બેલાપુર પનવેલની ગાડીઓ નહીં દોડે. કુર્લાથી આગળ પનવેલ માટે દર ૨૦ મિનિટે એક ટ્રેન છોડવામાં આવશે. આ ઉપરાંત CSMTથી બાંદરા અને ગોરેગામ વચ્ચે પણ બ્લૉક રહેશે. એથી હાર્બરના પ્રવાસીઓને બ્લૉકના સમય દરમ્યાન મેઇન લાઇન અને વેસ્ટર્ન લાઇનમાં પ્રવાસ કરવાની છૂટ અપાઈ છે.
ADVERTISEMENT
વેસ્ટર્ન લાઇનમાં શનિવારે મધરાત બાદ ૧૨.૩૦ વાગ્યાથી લઈને સવારના ચાર વાગ્યા સુધી ભાઈંદર અને વસઈ વચ્ચે સ્લો લાઇન પર જમ્બો બ્લૉકનું આયોજન કરવામાં આવ્યું છે. એથી આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડશે. ગોરેગામ અને બોરીવલી વચ્ચે પણ આ સમય દરમ્યાન કેટલીક ટ્રેનો કૅન્સલ કરવામાં આવી છે.