મહારાષ્ટ્રના નાસિકમાં એક ભયાનક અકસ્માતના સમાચાર છે. અહીં એક ફેક્ટરીમાં આગ લાગી છે.
પ્રતીકાત્મક તસવીર
આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાસિકમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ફેક્ટરીમાં ઘણા મજૂરો ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે, નાસિકના મુંધેગાંવ ગામમાં સ્થિત એક ફેક્ટરીમાં સવારે 11 વાગે જોરદાર બોઈલર વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
ફેક્ટરીમાં લાગેલી આગ ખૂબ જ ભયાનક હોવાનું કહેવાય છે. અત્યાર સુધીમાં લગભગ 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘણા કર્મચારીઓ અંદર ફસાયેલા છે. હજુ સુધી અંદર ફસાયેલા મજૂરોની ચોક્કસ સંખ્યા વિશે કોઈ સાચી માહિતી નથી. જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ, મહાનગરપાલિકામાં પથારીઓ ખાલી કરવામાં આવી રહી છે. જો કે અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ રાહત અને બચાવના પ્રયાસો ચાલુ છે.