Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦ લાખ રૂપિયા નહીં આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દઈશ

૧૦ લાખ રૂપિયા નહીં આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દઈશ

10 September, 2024 11:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઊલટી ગંગા... બાંદરાની પરિણીત મહિલાએ એક્સ-બૉયફ્રેન્ડને કહ્યું,

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)


પુરુષો દ્વારા મહિલાઓનું શારીરિક શોષણ કરીને બ્લૅકમેઇલ કરવાના મામલા પોલીસને ચોપડે નોંધાતા હોય છે, પણ એક પરણેલી મહિલા તેના ભૂતપૂર્વ પ્રેમીને ધમકાવવાની સાથે બ્લૅકમેઇલ કરે એવું જવલ્લે જ બને. બાંદરામાં રહેતી એક મહિલાએ તેના ભૂતપૂર્વ પ્રેમીને ૧૦ લાખ રૂપિયા નહીં આપે તો બળાત્કાર કરવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું હતું. ભૂતપૂર્વ પ્રેમીએ પોલીસ-સ્ટેશનમાં મહિલા અને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


બાંદરા પોલીસે જણાવ્યા મુજબ બાંદરા-વેસ્ટમાં રહેતી ૨૧ વર્ષની યુવતીને એક યુવક સાથે પ્રેમ હતો. જોકે યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો એટલે યુવતીનાં બીજા યુવક સાથે ગયા વર્ષે લગ્ન થયાં હતાં. લગ્ન બાદ યુવતી તેના ભૂતપૂર્વ પ્રેમીને મળી હતી અને તેને કહ્યું હતું હું રેસ્ટોરાં શરૂ કરવા માગું છું એટલે ૧૦ લાખ રૂપિયાની વ્યવસ્થા કર. પ્રેમી આટલા રૂપિયાની વ્યવસ્થા નહોતો કરી શક્યો. યુવતી ભૂતપૂર્વ પ્રેમીને ધમકાવવાની શરૂઆત કરવાની સાથે યુવકનાં સગાંસંબંધીઓને તેના પોતાની સાથે સંબંધ હોવાનું જણાવવા માંડી હતી. આથી પરિણીત મહિલાના ભૂતપૂર્વ પ્રેમીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ૧૦ લાખ રૂપિયા નહીં આપે તો ક્રાઇમ બ્રાન્ચમાં બળાત્કાર અને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. મહિલાના પતિએ પણ આવી જ ધમકી આપી હતી. આથી પોલીસે બન્ને સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2024 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK