આ ઘટના શનિવારે બપોરે 1.30 વાગ્યે વાશી વિસ્તારમાં બની હતી, જ્યારે 37 વર્ષીય પોલીસકર્મી કેન્દ્રીય ગૃહપ્રધાનો અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની ફરજ પર હતા
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ (Navi Mumbai) શહેરમાં એક ટ્રાફિક પોલીસ (Traffic Police) કર્મચારીએ એક કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઈવરે તેને કથિત રીતે પોલીસ કર્મચારીને ટક્કર મારી હતી. આ કારણે પોલીસકર્મી કારના બોનેટ પર ફસાઈ ગયો હતો અને લગભગ 20 કિલોમીટર સુધી ખેંચાઈ ગયો હતો. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. ડ્રાઈવર કથિત રીતે ડ્રગ્સના પ્રભાવ હેઠળ હતો, એમ તેમણે જણાવ્યું હતું.
આ ઘટના શનિવારે બપોરે 1.30 વાગ્યે વાશી વિસ્તારમાં બની હતી, જ્યારે 37 વર્ષીય પોલીસકર્મી કેન્દ્રીય ગૃહપ્રધાનો અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની ફરજ પર હતા. આરોપી ડ્રાઈવર 22 વર્ષનો છે. પોલીસે જણાવ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ડ્રાઈવર પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) હેઠળ હત્યાના પ્રયાસ અને અન્ય સંબંધિત કલમો અને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વાશી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, માલી કોપરખૈરણે-વાશી રોડ પર ફરજ પર હતો ત્યારે તેણે અને અન્ય ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ કારનો ડ્રાઇવર ડ્રગ્સના પ્રભાવ હેઠળ હોવાની શંકા સાથે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એફઆઈઆરમાં જણાવાયું છે કે બે ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ કારના ડ્રાઈવરને તપાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે કથિત રીતે પોલીસકર્મીને બોનેટ પર ફસાવીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
એફઆઈઆર મુજબ, માલી બોનેટ પર ખતરનાક રીતે અટવાઈ ગયો અને તેણે વાહનને હાથ વડે પકડી લીધું હતું. તેણે જણાવ્યું છે કે, આરોપી વાહનને રોકવાને બદલે તેને સ્થળથી 20 કિમી દૂર ગવન ફાટા પર લઈ ગયો હતો.
આ પણ વાંચો: બોરીવલી-થાણે ટનલનું કામ એક ડગલું આગળ વધ્યું, જાણો ક્યારે શરૂ થશે
અધિકારીએ કહ્યું કે તેણે કાર ખૂબ જ ઝડપથી ચલાવી અને બાદમાં ટ્રાફિક અધિકારી વાહન પરથી પડી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પાછળથી કેટલાક અન્ય પોલીસ કર્મચારીઓએ કાર ચાલકનો પીછો કરીને તેને પકડી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની મેડિકલ તપાસમાં પુષ્ટિ થઈ છે કે તેણે ડ્રગ્સનું સેવન કર્યું હતું.