બચ્ચા સાથે તસવીર પડાવતી વખતે પણ એને બચાવ્યાનો આનંદ તેમના ચહેરા પર જોઈ શકાતો હતો
બસની નીચે ફસાઈ ગયેલા બિલાડીના બચ્ચાને બચાવી લેવાયું
હાલ ઠંડીને કારણે ઘણી વાર નાનાં ગલૂડિયાં કે પછી બિલાડીનાં બચ્ચાં ઠંડીથી બચવા માટે વાહનોની નીચે લપાઈ જતાં હોય છે અને એમાં પણ જો ગાડીના એન્જિનનો ગરમાવો મળે તો એની વધુ ને વધુ નજીક જવાનો પ્રયાસ કરતાં હોય છે. ગઈ કાલે થાણે-ઘોડબંદર રોડ પર બ્રહ્માંડ પાસેના આઝાદનગર બસ-સ્ટૉપ પર એનએમએમટીની એક બસના એન્જિન પાસે બિલાડીનું બચ્ચું ફસાઈ ગયું હતું. એથી તરત જ એ બાબતે થાણેના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના કર્મચારીઓ અને એનએમએમટીના કર્મચારીઓએ એક કલાકની ભારે જહેમત બાદ બસની નીચે જઈ બહુ જ શોધ કરીને આખરે બિલાડીના બચ્ચાને હેમખેમ બચાવી લીધું હતું. એ પછી બચ્ચા સાથે તસવીર પડાવતી વખતે પણ એને બચાવ્યાનો આનંદ તેમના ચહેરા પર જોઈ શકાતો હતો.