૧૭ લાખ રૂપિયા સાથે ‘પકડાયેલા’ APMC માર્કેટના મુલુંડના ગુજરાતી વેપારી હેરાનપરેશાનઃ ઇલેક્શન કમિશનની ફ્લાઇંગ સ્કવૉડે શુક્રવાર રાતથી મંગળવાર સાંજ સુધી ભારે માનસિક ત્રાસ આપ્યો ઃ આખરે તેમના પોતાના જ બૅન્ક-અકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવીને છોડ્યારોહિત પરીખ ro
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીની જાહેરાત ૧૬ માર્ચે થઈ ત્યારથી સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. કાયદા પ્રમાણે જેનો ઉપયોગ મતદારોને પ્રભાવિત કરવા માટે થઈ શકતો હોય એવી રોકડ, દારૂ, ઝવેરાત અને અન્ય વસ્તુઓની હેરફેર માટે હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે; જેમાં કોઈ વ્યક્તિના વાહનમાં ૫૦,૦૦૦ રૂપિયાથી વધારે રોકડ રકમ, ડ્રગ્સ, દારૂ, શસ્ત્રો જેવી વસ્તુઓ મળી જાય તો એને ઇલેક્શન કમિશનરની સ્ટૅટિક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વૉડની ટીમ જપ્ત કરી લે છે.