વિરારનાં મંજુલા ઝા પૌત્રને સ્કૂલમાં મૂક્યા પછી વરસાદથી બચવા મોટા ઝાડ નીચે ઊભાં રહ્યાં ત્યારે એ પડતાં એની નીચે દબાઈ ગયાં અને મૃત્યુ પામ્યાં
સિનિયર સિટિઝન મંજુલા ઝાની ડેડ-બૉડી બે દિવસ વૃક્ષ નીચે દબાયેલી રહી હતી
વિરારમાં ભારે હવાને કારણે મોટું વૃક્ષ પડતાં એની નીચે સિનિયર સિટિઝન મહિલા મંજુલા ઝા દબાઈ ગયાં હતાં. તેઓ બે દિવસ વૃક્ષ દબાઈને મૃત્યુ પામ્યાં હતાં. બે દિવસથી તેઓ ગુમ હોવાથી તેમની સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. એ દરમ્યાન ગઈ કાલે સવારે આમલીના વૃક્ષ નીચેથી દુર્ગંધ આવતાં પોલીસે તપાસ કરી ત્યારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.