બર્થ-ડે પાર્ટીમાં બોલાવીને ફ્રેન્ડે જ બળાત્કાર કરવામાં મદદ કરી
પ્રતીકાત્મક તસવીર
બદલાપુરની સ્કૂલમાં બે માસૂમ બાળકીઓના શારીરિક શોષણની ઘટના તાજી છે ત્યાં અહીં એક યુવતીને બર્થ-ડે પાર્ટીમાં બોલાવીને તેના પર બે યુવકે બળાત્કાર કરવાની ચોંકાવનારી ઘટના બની છે. આઘાતજનક વાત એ છે કે પીડિતાની ખાસ ફ્રેન્ડે જ તેના પર બળાત્કાર કરવામાં મદદ કરી હતી. આ કેસમાં પોલીસે બળાત્કાર કરવાના આરોપસર બે યુવક અને તેમને મદદ કરનારી યુવતીની ધરપકડ કરી છે. બદલાપુર-ઈસ્ટ પોલીસે જણાવ્યું હતું કે ‘આ વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષની યુવતીની ઓળખાણ થોડા સમય પહેલાં શિરગાવમાં રહેતી ભૂમિકા નામની યુવતી સાથે થઈ હતી. બે દિવસ પહેલાં ભૂમિકાનો બર્થ-ડે હતો એટલે તેણે પોતાના ઘરે પાર્ટી રાખી હતી. એમાં તેણે પીડિતાને પણ બોલાવી હતી. અહીં ભૂમિકાએ પીડિતાને ડ્રિન્કમાં નશીલો પદાર્થ મિક્સ કરીને આપતાં તે બેહોશ થઈ ગઈ હતી. એ સમયે ભૂમિકાના શિવમ રાજે અને સંતોષ રૂપવતેએ પીડિતા પર બળાત્કાર કર્યો હોવાનું તે જાગી ત્યારે જણાયું હતું. તેણે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. મેડિકલ-ટેસ્ટમાં બળાત્કાર થયો હોવાનું જણાયું હતું એટલે ત્રણે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.’