Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શૉકિંગ : સ્લાઇડિંગ ગેટ પડ્યો એમાં ત્યાં રમી રહેલી બાળકીએ જીવ ગુમાવ્યો

શૉકિંગ : સ્લાઇડિંગ ગેટ પડ્યો એમાં ત્યાં રમી રહેલી બાળકીએ જીવ ગુમાવ્યો

02 August, 2024 08:30 AM IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગંભીર રીતે ઘાયલ થયેલી ગિરિજાને તાત્કાલિક નજીકની હૉસ્પિટલ લઈ જવાઈ હતી

ઘટનાનો વિડિયો ગ્રૅબ.

ઘટનાનો વિડિયો ગ્રૅબ.


પુણે નજીકના બોપખેલમાં આવેલા ગણેશનગરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં ઘરની બહાર રમી રહેલી સાડાત્રણ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો હતો. ગિરિજા ગણેશ શિંદે નામની બાળકી રમી રહી હતી ત્યારે તેના જ બ‌િલ્ડિંગનો સ્લાઇડિંગ ગેટ તેના પર અચાનક પડ્યો હતો. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં આ ઘટના કેદ થઈ હતી. એમાં એક બાળક સ્લાઇડિંગ ગેટને ખસેડી રહ્યો છે ત્યારે ગિરિજા તેનાથી સહેજ મોટી બીજી બાળકી સાથે ગેટ પાસે પહોંચી હતી. એ જ સમયે સ્લાઇડિંગ ગેટ તૂટી પડતાં ગિરિજા એની નીચે દબાઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલી ગિરિજાને તાત્કાલિક નજીકની હૉસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ડૉક્ટરોએ ગંભીર ઈજા થવાથી તે મૃત્યુ પામી હોવાનું કહ્યું હતું. બુધવાર સાંજની આ ઘટનાથી આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2024 08:30 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK