ફાયર-બ્રિગેડ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર આગ લાગ્યાના બે કલાક બાદ ૦૩.૧૫ વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
ત્રીજા માળે આવેલા ગાળા નંબર ૩૭૮માં આગ
લોઅર પરેલમાં આવેલી શાહ ઍન્ડ નાહર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગઈ કાલે બપોરે ૦૧.૧૩ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ત્રીજા માળે આવેલા ગાળા નંબર ૩૭૮માં આ આગ લાગી હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડનાં ચાર ફાયર-એન્જિન, ચાર જમ્બો-ટૅન્કર અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. સાથે જ સ્થાનિક પોલીસ અને BMCના વૉર્ડ-ઑફિસર પણ પહોંચી ગયાં હતાં. આગ લાગ્યાની જાણ થતાં જ એસ્ટેટના અન્ય ગાળામાંથી પણ લોકો જીવ બચાવવા નીચે દોડી ગયા હતા. ફાયર-બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આગમાં કોઈ જાનહાનિ કે કોઈના જખમી થવાના અહેવાલ નથી. ફાયર-બ્રિગેડ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર આગ લાગ્યાના બે કલાક બાદ ૦૩.૧૫ વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.