Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોઈક તોફાનીએ ફીડર-બૉક્સમાં ફટાકડો નાખ્યો અને લોકોએ કલાકો સુધી લાઇટ વગર રહેવું પડ્યું

કોઈક તોફાનીએ ફીડર-બૉક્સમાં ફટાકડો નાખ્યો અને લોકોએ કલાકો સુધી લાઇટ વગર રહેવું પડ્યું

Published : 07 November, 2024 10:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુલુંડમાં MSEDCLના મેઇન ફીડર-બૉક્સમાં મોટો ભડકો થયા પછી આગ લાગી: ફટાકડા ફૂટી રહ્યા હોય એવા અવાજ આવતાં ફાયર-બ્રિગેડ બોલાવવી પડી

એન. એસ. રોડ પરના મેઇન ફીડર-બૉક્સમાં લાગેલી આગ પછી ફીડર મશીન.

એન. એસ. રોડ પરના મેઇન ફીડર-બૉક્સમાં લાગેલી આગ પછી ફીડર મશીન.


મુલુંડ-વેસ્ટમાં એન. એસ. રોડ પર રમા ભુવન બિલ્ડિંગની બહાર ફુટપાથ પર રહેલા મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ના મેઇન ફીડર-બૉક્સમાં ગઈ કાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ મોટો ભડકો થતાં એન. એસ. રોડ અને એમ. જી. રોડ ઉપરાંત ભીમવાડી વિસ્તારમાં આઠ કલાક કરતાં વધારે સમય સુધી લાઇટો ગુલ થઈ ગઈ હતી. ફીડર-બૉક્સમાં રહેલા ચાર મોટા વાયર બળીને ખાખ થઈ જવાથી લાઇટો ગુલ થઈ ગઈ હતી. MSEDCLના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર એકાએક આટલી મોટી આગ લાગવા પાછળનું કારણ ફટાકડો હોય એવી શક્યતા છે. જોકે આની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.


એન. એસ. રોડ પરના આ મેઇન ફીડર-બૉક્સમાંથી ચાર વિસ્તારમાં લાઇટ સપ્લાય કરવામાં આવે છે એમ જણાવતાં MSEDCL મુલુંડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિજય સોનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ ફીડર-બૉક્સમાં એકાએક મોટી આગ લાગી હતી અને એમાંથી ફટાકડા ફૂટી રહ્યા હોય એવા અવાજ આસપાસમાં રહેતા લોકોને આવી રહ્યા હતા. ધીરે-ધીરે આગ વધી જતાં ફાયર-બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી. અંતે ૪૦ મિનિટ બાદ ફાયર-બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. એ પછી અમે તપાસ કરી ત્યારે અંદરના મેઇન તમામ વાયરો બળી ગયા હતા એટલે તાત્કાલિક વધુ સ્ટાફ બોલાવીને અમે આ વાયરોનું રિપેરિંગ શરૂ કરી દીધું હતું. આ ફીડર-બૉક્સમાં આગ લાગવા પાછળનું કારણ હાલમાં તો અમે ફટાકડો હોય એવું લાગી રહ્યું છે. એક વાર એ રિપેર થયા બાદ આ વિશે વધુ તપાસ કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2024 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK