મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ફૅન શિવસૈનિક ઓમકાર ભોસલે દુબઈમાં આવેલી હોટેલ તાજમાં જૉબ કરે છે.
ઓમકાર ભોસલે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ફૅન શિવસૈનિક ઓમકાર ભોસલે દુબઈમાં આવેલી હોટેલ તાજમાં જૉબ કરે છે. તે ત્રણ વર્ષથી દુબઈમાં રહે છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં દુબઈમાં પર્યટકોની સીઝન હોય છે એટલે રજા મળવાની શક્યતા નથી હોતી. આમ છતાં કટ્ટર શિવસૈનિક ઓમકાર જેમતેમ કરીને ચાર દિવસની રજા લઈને ગઈ કાલે મુંબઈ આવ્યો હતો. પહેલાં તેણે એકનાથ શિંદેની મુલાકાત કરી હતી અને બાદમાં મતદાન કર્યું હતું. ઓમકાર ભોસલેએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર અને ભારતમાં જ નહીં, દુબઈમાં પણ રાજ્યના મુખ્ય પ્રધાન કોણ હશે એની ચર્ચા થઈ રહી છે. શિવસૈનિક છું અને થાણેમાં રહેતો હોવાથી એકનાથ શિંદેને સવારથી મોડી રાત સુધી કામ કરતા જોયા છે. તેમણે થાણે માટે ઘણું કામ કર્યું છે. આથી હું તેમનો બહુ મોટો ફૅન છું. રજા ન મળતી હોવા છતાં મૅનેજમેન્ટને મતદાનનું મહત્ત્વ સમજાવીને ચાર દિવસ માટે અહીં આવ્યો છું. એકનાથ શિંદેસાહેબે દુબઈ આવશે તો ચોક્કસ મળશે એમ કહ્યું છે.’