જોકે અન્ય કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ ટ્રાફિક-જૅમ થઈ ગયો હતો.
અસરગ્રસ્ત કાર
મુંબઈ મહાનગરપાલિકાના કૉન્ટ્રૅક્ટરની બેદરકારીને કારણે ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ઘાટકોપર-ઈસ્ટના તિલક રોડ પર વર્ષો જૂનું એક વૃક્ષ ધરાશાયી થવાથી ત્યાં ઊભેલી એક કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. જોકે અન્ય કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ ટ્રાફિક-જૅમ થઈ ગયો હતો.
આ બનાવની માહિતી આપતાં સ્થાનિક રહેવાસી અને વેપારી અગ્રણી આશિષ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૃક્ષ ધરાશાયી થઈને ત્યાં ઊભેલા ડમ્પરમાં ફસાઈ જતાં એક મોટી દુર્ઘટના બનતાં રહી ગઈ હતી. આ રોડ પર ૨૪ કલાક માણસોની અને વાહનોની અવરજવર રહે છે. જોકે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. આ વૃક્ષની સામે જ હજી એક વૃક્ષ જોખમી હાલતમાં છે જેને હટાવવાની જરૂર છે.’